Aapnu Gujarat
શિક્ષણ

દિયોદરની વાત્સલ્ય સ્કુલમાં ભણતી ધો.૨ની દિતિ ત્રિવેદીને ઈન્ડિયા બુકમાં સ્પેલેડીડ મેમેરી કેટેગરીમાં સ્થાન મેળવ્યું

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલ વાત્સલ્ય સ્કૂલમાં ધોરણ બેમાં અભ્યાસ કરતી સાત વર્ષની બાળકી જેને ભાગવત ગીતા અધ્યાય એકના સંસ્કૃત ભાષામાં ૧ થી ૨૦ શ્લોકો કંઠસ્થ બોલતા આ બાળકીને ઇન્ડિયા બુકમાં સ્પ્લેડિડ મેમરી કેટેગરીમાં સ્થાન મળ્યું છે. દિતિએ તેના માતા – પિતા, શાળા સાથે સમગ્ર દિયોદર તાલુકાનું નામ રોશન કર્યું છે.
દિયોદર વાત્સલ્ય સ્કૂલમાં ધોરણ ૨માં અભ્યાસ કરતી દિતિ વિપુલભાઈ ત્રિવેદી જે નાનપણથી જ હોેંશિયાર છે, અભ્યાસની સાથે સાથે ભાગવત ગીતામાં અધ્યાય-૧ના ૧ થી ૨૦ સંસ્કૃત શ્લોક માત્ર ૩ મિનિટ અને ૪૭ સેકન્ડમાં કોઈપણ ભુલ વગર કંઠસ્થ બોલતા તેનું નામ ઇન્ડિયા બુકમાં સ્પ્લેડિડ મેમરી કેટેગરીમાં નોંધાયું છે. આ રેકોર્ડ બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ તરફથી બાળકીને ગોલ્ડ મેડલ, પ્રમાણપત્ર, સાથે એવોર્ડ આપવામાં આવ્યો છે. દેશભરમાં દર વર્ષે વિશિષ્ટ પર્ફોમન્સ માટે વિવિધ કેટેગરીમાં રેકોર્ડ શોધવામાં આવે છે જેમાં ૨૦૨૦ની આવૃત્તિમાં દિતિ ત્રિવેદીનું નામ પણ પ્રકાશિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાત્સલ્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાના શ્લોકોનું કંઠસ્થ ગાન કરવામાં આવે છે અને લગભગ દરેક વિદ્યાર્થીઓ આ શ્લોકનું ગાન કરે છે. આ બાબતે દિતિએ જણાવ્યું હતું કે શાળામાં પ્રાર્થના દરમિયાન અને ઘરે દાદી પાસે ભાગવત ગીતા શ્લોકનું પ્રવચન થતું હતું જેથી હું આ શ્લોક ભૂલ વગર બોલી શકું છું.
શાળાના સંચાલક દર્શન ઠકકરે જણાવ્યું હતુંક ે, દિતિ ત્રિવેદી ધોરણ૨માં અભ્યાસ કરે છે અને ભણવામાં હોંશિયાર છે. અહીં પ્રાર્થના સમયમાં પણ શ્લોકોનું વાંચન કરવામાં આવે છે પરંતુ આટલી નાની ઉંમરમાં તેણે શાળાની સાથે દિયોદર તાલુકાનું પણ ગૌરવ વધાર્યું છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ખીમાણાનાં કૃષ્ણ નાઈએ સમાજનું ગૌરવ વધાર્યું

aapnugujarat

હવે રાજ્યની બધી સ્કૂલોમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત

aapnugujarat

પબજી રમત ઉપર પ્રતિબંધ લગાવવા માટે રજૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1