Aapnu Gujarat
શિક્ષણ

આઇસીએઆઇ દ્વારા ૨૨-૨૩ ડિસેમ્બરે શહેરમાં મેગા સમિટ : સુબ્રમણ્યન સ્વામી ૨૩મીએ અમદાવાદમાં

ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ ઓફ ઇન્ડિયા(આઇસીએઆઇ)ની ડબલ્યુઆઇઆરસીની અમદાવાદ બાંચ દ્વારા આગામી તા.૨૨ અને ૨૩ ડિસેમ્બર દરમ્યાન શહેરમાં સરદાર પટેલ મેમોરિયલ, યુનિવર્સિટી કન્વેન્શન હોલ, હેલ્મેટ સર્કલ ખાતે બી ધ ચેન્જ વિષય પર મેગા સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની અને નોંધનીય વાત એ છે કે, આ મેગા સમીટમાં દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને રાજયસભા સાંસદ ડો.સુબ્રમણ્યન સ્વામી દ્વારા ભારતીય અર્થતંત્ર, તેના પડકારો અને આગળના રસ્તા વિષય પર મુખ્ય પ્રવચન આપશે. દેશભરમાંથી અંદાજે ૧૧૦૦થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ આ મેગા સમીટમાં ભાગ લેશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની આ મેગા સમીટને લઇ પ્રખર અર્થશાસ્ત્રી અને ભાજપના દિગ્ગજ નેતા ડો.સુબ્રમણ્યન સ્વામી તા.૨૩મી ડિસેમ્બરે અમદાવાદમાં આવવાના છે એમ આઇસીએઆઇની અમદાવાદ બ્રાંચના ચેરમેન સીએ ચિંતન પટેલે જણાવ્યું હતું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટે યોજાનારી મેગા સમીટની આ મેગા ઇવેન્ટને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે કારણ કે, તેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞો અને દિગ્ગજ મહાનુભાવો હાજરી આપવાના છે. આ અંગે આઇસીએઆઇની અમદાવાદ બ્રાંચના ચેરમેન સીએ ચિંતન પટેલે જણાવ્યું હતુ કે, અમદાવાદ બ્રાંચ દ્વારા રાષ્ટ્રીય સ્તરના સંખ્યાબંધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે પરંતુ એક નવી માહિતી અને જ્ઞાનસભર સેમીનાર સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ ફેકલ્ટીને સમૃધ્ધ અને માર્ગદર્શિત કરવાના ઉમદા આશયથી બી ધ ચેન્જ વિષય પરની આ મેગા સમીટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રિસન્ટ ચેન્જીસ ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન, ટેક્સ પ્લાનીંગ, સિનારીયો ઓફ કોલેપ્સ ઓફ બેંકીંગ સીક્રેસી એન્ડ ટેક્સ હેવન્સ, ચેન્જીસ ઇન ફેમા એન્ડ જયુડીશીયલ ટ્રેન્ડ્‌સ, ઓડિટ ડોકયુમેન્ટેશન, જીએસટી- કેસ સ્ટડીઝ એન્ડ બર્નીંગ ઇશ્યુઝ ઇન ઇનપુટ ટેક્સ ક્રેડિટ એન્ડ કલાસીફિકેશન, બીઝનેસ ટ્રાન્સફોર્મેશન એન્ડ ઇન્ટીગ્રેટેડ રિપોર્ટીંગ, ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ આઉટલુક, ધી કોન્સ્ટીટયુશન, ફેડરીલીઝમ એન્ડ જીએસટી, એનાલિસીસ ઓફ બેનામી ટ્રાન્ઝેકશન સહિતના ખૂબ જ મહત્વના અને ઉપયોગી વિષયોને આ સમીટમાં આવરી લેવાયા છે, જેની પર નિષ્ણાત તજજ્ઞ મહાનુભાવો પોતાના વ્યાખ્યાન-પ્રવચન આપશે. જેમાં સૌથી અગત્યનું મુખ્ય પ્રવચન દેશના જાણીતા અર્થશાસ્ત્રી-રાજયસભા સાંસદ સુબ્રમણ્યન સ્વામી ભારતીય અર્થતંત્ર અને તેના પડકારો વિષય પર આપશે. સીએ ચિંતન પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ મેગા સમીટમાં ડો.સુબ્રમણ્યન ઉપરાંત, દેશની નિષ્ણાત તજજ્ઞો ડો.ગીરીશ આહુજા, સીએ ગૌતમ નાયક, સીએ રશ્મિન સંઘવી, એડવોકેટ કે.વેંથિસ્વરન, સીએ રાકેશ અગ્રવાલ, સીએ ખુશરો પંથકી, આનંદ રાઠી, અરવિંદ દાતાર સહિતના મહાનુભાવો તેમના જ્ઞાન અને માર્ગદર્શનનો લાભ ઉપસ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટ્‌સને આપશે. આ પ્રસંગે ઉપપ્રમુખ સીએ હરીશ ધારીવાલ અને સેક્રેટરી ગણેશ નાદર પણ હાજર રહ્યા હતા.

 

Related posts

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટો સુધારવા માટે મહેતલ અપાઈ

aapnugujarat

डीई की प्रोविजनल मेरिट लिस्ट में ४४३०२ विद्यार्थी

aapnugujarat

પશ્ચિમ ઝોનની યુનિ.ના વાઇસ ચાન્સેલર્સનો આજથી મેળાવડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1