Aapnu Gujarat
રાષ્ટ્રીય

મણિપુરમાં બે મહિલાને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવી, ખેતરમાં કરાયો ગેંગરેપ

છેલ્લા બે મહિનાથી જાતીય હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાંથી કથિત રીતે એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. તેમાં પુરુષોનું એક જૂથ બે મહિલાઓના કપડાં ઉતારીને રસ્તા પર તેમની સાથે યૌન શોષણ કરતા જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પહાડી રાજ્યમાં તંગદિલી પ્રવર્તી રહી છે. આરોપ છે કે બંને મહિલાઓને ખેતરમાં લઈ જઈને તેમના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ મામલે આમ આદમી પાર્ટીનું નિવેદન પણ સામે આવ્યું છે.

AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘મણિપુરમાં બનેલી ઘટના અત્યંત શરમજનક અને નિંદનીય છે. ભારતીય સમાજમાં આ પ્રકારના જઘન્ય કૃત્યને સહન કરી શકાય નહીં. મણિપુરમાં સ્થિતિ ઘણી ચિંતાજનક બની રહી છે. હું વડાપ્રધાનને મણિપુરની સ્થિતિ પર ધ્યાન આપવાની અપીલ કરું છું. મહેરબાની કરીને આ ઘટનાના વિડિયોમાં દેખાતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરો. ભારતમાં આવા ગુનાહિત પ્રકૃતિના લોકોને કોઈ સ્થાન ન હોવું જોઈએ.

આમ આદમી પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘અમને એક વાયરલ વીડિયો વિશે માહિતી મળી છે જે કથિત રીતે મણિપુરથી કહેવામાં આવી રહી છે. અહીં બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવામાં આવી હતી અને યૌન શોષણ કરવામાં આવ્યું હતું. અમને જાણવા મળ્યું છે કે આ વીડિયો કાંગપોકપી જિલ્લાના બી ફાનોમ ગામનો છે જ્યાં આખા ગામને આગ લગાવીને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

Related posts

ભાજપે વર્ષોથી અટકી પડેલું કામ કરી બતાવ્યું : મોદી

aapnugujarat

મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ મામલે લઈ શકે છે મોટો નિર્ણય, ગ્રાહકોને થશે લાભ

aapnugujarat

ખાનગી ક્ષેત્ર કર્મીને ૨૦ લાખ ટેક્સ ફ્રીની ગ્રેજ્યુએટી મળશે

aapnugujarat
UA-96247877-1