Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખાનગી ક્ષેત્ર કર્મીને ૨૦ લાખ ટેક્સ ફ્રીની ગ્રેજ્યુએટી મળશે

લોકસભામાં ગુરુવારના દિવસે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી સુધારા બિલ ૨૦૧૭ને લીલીઝંડી આપવામાં આવી હતી. આમા પ્રાઇવેટ સેક્ટર અને સરકાર હેઠળ જાહેર ક્ષેત્રના એકમો અથવા તો સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓના ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં વધારો થશે. જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ મુજબ સીસીએસ (પેન્શન) નિયમ હેઠળ સામેલ નથી. ૨૦ લાખ સુધી ટેક્સ ફ્રી ગ્રજ્યુએટી પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓને પણ મળી શકશે. લોકસભામાં આને મંજુરી આજે આપી દેવામાં આવી હતી. બીજી બાજુ આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાને લઇને ભારે ધાંધલ ધમાલ જારી રહી હતી. અન્ય મુદ્દાઓને લઇને પણ ધાંધલ ધમાલ થઇ હતી. ધાંધલ ધમાલ વચ્ચે ગૃહએ આ બિલને લીલીઝંડી આપી હતી. આ હેઠળ કેન્દ્ર સરકારમાં સતત સેવામાં સામેલ રહેલી મહિલા કર્મચારીઓને વર્તમાન ૧૨ સપ્તાહની જગ્યાએ મેટરનીટી લીવની અરજી ૨૬ સપ્તાહની કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. લોકસભામાં શ્રમપ્રધાન સંતોષકુમાર ગંગવારે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી સુધારા બિલ ૨૦૧૭ને પસાર કરવા માટે રજૂ કર્યું હતું. અત્રે નોંધનીય છે કે, હાલમાં ૧૦ અથવા તો તેનાથી વધુ લોકોને નિયોજિત કરનાર એકમો માટે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી બિલ ૧૯૭૨ અમલી છે. જે હેઠળ કારખાના, ખાણ, તેલ ક્ષેત્રો, રેલવે કંપનીઓ, દુકાનો અને અન્ય પેઢીઓમાં લાગેલા કર્મચારીઓ સામેલ છે. જે લોકોએ પાંચ વર્ષની નિયમિત સેવા કરી છે તે લોકોને લાભ મળી શકે છે. સાતમાં પગાર પંચના અમલીકરણ બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદાને ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરાઈ હતી.

Related posts

રામનાથ કોવિંદ દેશનાં ૧૪માં રાષ્ટ્રપતિ બન્યાં

aapnugujarat

निर्णायक जनादेश एक नये भारत के लिए लोगों की ओर से किया गया आह्वान है: राष्ट्रपति

aapnugujarat

રોબર્ટ વાડ્રાની મની લોન્ડ્રિંગના કેસમાં ૮ માર્ચે પૂછપરછ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1