Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઈસરો બનાવી રહ્યું છે પરમાણુ રોકેટ

ભારતીય સ્પેસ એજન્સી ઈસરો ચંદ્રયાન-3ને લોન્ચ કર્યા બાદ હવે વધુ એક કમાલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ઈસરોએ પીએસએલવીની શાનદાર સફળતા પછી હવે રોકેટ માટે પરમાણુ ઉર્જાથી ચાલતા એન્જિન બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. ઈસરોએ તેના માટે દેશની અગ્રણી પરમાણુ એજન્સી ભાભા એટમિક રીસર્ચ સેન્ટર (બાર્ક)ની સાથે હાથ મિલાવ્યો છે. તજજ્ઞો મુજબ, કેમિકલથી ચાલતા એન્જિન એક હદ સુધી જ યોગ્ય છે. જો એક સ્પેસક્રાફ્ટને અનંત અંતરીક્ષમાં મોકવા ઈચ્છો છો કે એક ગ્રહથી બીજા ગ્રહની યાત્ર કરવા ઈચ્છો છો તો તેના માટે પરમાણુ ઉર્જાથી ચાલતા યાન જ કારગર સાબિત થઈ શકે છે.

કેમિકલથી ચાલતા રોકેટમાં એટું ઈંધણ ભરી શકાતું નથી કે, જેની મદદથી તે અંતરીક્ષમાં લાંબા અંતર સુધી સફર કરી શકે. તો, જો સોલર પાવરની વાત કરીએ તો અંતરીક્ષમાંમાં લાંબુ અંતર કાપ્યા પછી સૂર્યનો પ્રકાશ પણ નહીં આવે, જેના કારણે રોકેટનું ચાલવું મુશ્કેલ થઈ જશે. એ જ કારણે હવે ઈસરોએ પરમાણુ ઉર્જાથી ચાલતા એન્જિન પર કામ કરવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ મુજબ, ઈસરો અને બાર્ક બંને સાથે મળીને રેડિયો થર્મોઈલેક્ટ્રિક જનરેટરને વિકસિત કરી રહ્યા છે.

એક સૂત્રએ કહ્યુ કે, તેના પર કામ શરૂ થઈ ગયું છે અને તેને મુખ્ય પડકાર તરીકે લેવાયું છે, જેથી કામ જલદી પૂરું કરી શકાય. પરમાણુ એન્જિનને એ રીતનું નથી મનાતું કે, જેમ પરમાણુ વિભાજનવાળા રિએક્ટર હોય છે, જેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. રેડિયો થર્મોઈલેક્ટ્રિક જનરેટરની અંદર રેડિયોએક્ટિવ મટીરિયલ જેમકે, પ્લૂટોનિયમ-238 કે સ્ટ્રોન્ટિયમ-90નો ઉપયોગ કરાય છે. તે જ્યારે નષ્ટ થાય છે, તો ગરમી ઉત્પન્ન કરે છે. આ એન્જિનમાં બે ભાગ હશે, પહેલો- ધ રેડિયોઆઈસોટોપ હીટર યૂનિટ, જેમાં ગરમી ઉત્પન્ન થશે અને બીજી રેડિયો થર્મોઈલેક્ટ્રિક જનરેટર હશે, જે આ ગરમીને ઈલેક્ટ્રિસિટીમાં બદલી દેશે.
તે ગરમી પછી ‘થર્મોકપલ’માં બદલાઈ જશે. આ એક એવું મટીરિયલ છે, જે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. જો સરળ ભાષામાં કહીએ તો એક રૉડની કલ્પના કરો, જેનો એક ભાગ ઘણો ગરમ હોય છે, તો બીજો ઠંડો હોય છે. પરંતુ, આખા રૉડની અંદર વોલ્ટેજ હશે. આ વોલ્ટેડનો ઉપયોગ બેટરીને ચાર્જ કરવા માટે કરી શકાય છે, જે સેટેલાઈટને જરૂરી તાકાત પૂરી પાડશે. કોલંબિયા યુનિવર્સિટીમાં સાયબર સિક્યોરિટી તજજ્ઞ નિતાંશા બંસલનું માનવું છે કે, રેડિયો થર્મોઈલેક્ટ્રિક જનરેટર માટે ગ્રહો એક લાઈનમાં હોવા જરૂરી નથી.

Related posts

આજનું ભારત, મહાત્મા ગાંધીનું ભારત નથી રહ્યું : ફારુક અબ્દુલ્લા

editor

Arvind Kumar appointed as IB chief, Samant Goel to be new RAW chief

aapnugujarat

ભારતના યુઝર્સો સામે ફેસબુક પણ લાચાર

editor
UA-96247877-1