Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદીનું નામ લખવા નવું ભવન બનાવાયું છે : સંજય રાઉત

નવા સાંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમને લઈને ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વધતુ નજર આવી રહ્યું છે. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે, તમામ વિપક્ષી પાર્ટીઓએ નવા સંસદ ભવનના ઉદ્‌ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ૨૮ મે ના રોજ યોજાનાર આ કાર્યક્રમનો અમે પણ બહિષ્કાર કરીશું. સંજય રાઉતે કહ્યું કે, સૌથી પહેલા અમે જ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. અમે જ કહ્યું હતું કે, જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે તો દેશને આવા પ્રોજેક્ટની જરૂર ન હતી. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટને માત્ર પીએમ મોદીની ઈચ્છા પૂરી કરવા માટે બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આજનું સંસદ ભવન હજું પણ ૧૦૦ વર્ષ ચાલી શકે છે. સંજય રાઉતે કહ્યું કે, આ (જૂનો) સંસદ ભવન ઐતિહાસિક છે અને આ સંસદ ભવન સાથે આરએસએસઅને બીજેપીનો કોઈ સબંધ નથી. રાઉતે કહ્યું કે, આ ખર્ચ માત્ર શિલા પર ’વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું’ આ લખવા માટે થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ઉદ્‌ઘાટન માટે રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં નથી આવ્યું. તેથી જ દેશના વિરોધ પક્ષોએ ઉદ્‌ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે દ્રૌપદી મુર્મુને આદિવાસી મહિલાના નામ પર રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમને રાષ્ટ્રપતિ ભવનમાંથી બહાર આવવા જ નથી દેતા.

Related posts

બળાત્કારના આરોપમાં યુપીના એક વધુ બાબાની ધરપકડ

aapnugujarat

શોપિયામાં એન્કાઉન્ટરમાં ૩ આતંકી ઠાર

editor

કેસરીયા રંગમાં રંગાઇ ‘તેજસ એક્સપ્રેસ’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1