Aapnu Gujarat
બિઝનેસ

યુપીઆઈ ચૂકવણીમાં ગામડાઓનો હિસ્સો વધીને ૨૫ ટકા પહોંચી ગયો

વર્ષ ૨૦૨૩-૨૩માં યુપીઆઈથી થયેલા ટ્રાન્ઝેક્શન ૧૩૯ લાખ કરોડ રુપિયાના રેકોર્ડને પાર પહોંચી ગયા છે. વર્ષ ૨૦૧૬માં યુપીઆઈથી ફક્ત ૬૯૪૭ કરોડ રુપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ સમયગાળા દરમિયાન યુપીઆઈ- વ્યવહારો સંખ્યાની દ્રષ્ટિએ ૧.૮ કરોડથી વધીને ૮,૩૭૫ કરોડ થયા છે. એસબીઆઈના રિપોર્ટ અનુસાર ૨૦૧૫-૧૬માં જીડીપીની સરખામણીમાં ડિજિટલ પેમેન્ટ ૬૬૮ ટકા હતું, જે હવે ૭૬૭ ટકા પર પહોંચી ગયું છે. આરટીજીએસસિવાય રિટેલ ડિજિટલ ચૂકવણી ૧૨૯ ટકાથી વધીને ૨૪૨ ટકા થઈ છે. બીજી બાજુ વર્ષ ૨૦૨૨-૨૩માં મૂલ્યની દ્રષ્ટિએ યુપીઆઈચૂકવણીમાં ગામડાઓનો હિસ્સો વધીને ૨૫ ટકા સુધી પહોંચી ગયો જ્યારે શહેરોનો હિસ્સો ૨૦ ટકા રહ્યો હતો. ખાસ વાત એ છે કે યુપીઆઈપેમેન્ટમાં ગામડાઓએ શહેરોને પાછળ છોડી દીધા છે.
રિટેલમાં યુપીઆઈનું મૂલ્ય વધીને ૮૩ ટકા થયું છે. હવે ડિજિટલ પેમેન્ટના કારણે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું પ્રમાણ ઘટીને ૧૭ ટકા થઈ ગયું છે. એટીએમમાંથી કુલ ટ્રાન્ઝેક્શન રૂપિયા ૩૦-૩૫ લાખ કરોડ થયા છે. આ અગાઉ વર્ષ ૨૦૧૭માં એટીએમ ટ્રાન્ઝેક્શન નોમિનલ જીડીપીના ૧૫.૪ ટકા હતા જે હવે ઘટીને ૧૨.૧ ટકા થઈ ગયા છે.
એસબીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આરબીઆઈના ૨૦૦૦ની નોટ પાછી ખેંચવાના નિર્ણયની અર્થવ્યવસ્થા પર કોઈ અસર થશે નહીં. જો કે આ બેંકોને લિક્વિડિટી મોરચે મદદ કરશે. આ રિપોર્ટમાં એવી ધારણા છે કે નોટો ઉપાડવાથી સિસ્ટમમાં લગભગ ૩ લાખ કરોડ રૂપિયા પાછા આવશે જ્યારે બેંકોની કરન્સી ચેસ્ટમાં પહેલેથી જ ૬૦ હજાર કરોડ રૂપિયાથી વધુ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલા લોકો પૈસા ઉપાડવા માટે વર્ષમાં સરેરાશ ૧૬ વખત એટીએમની મુલાકાત લેતા હતા. હવે આ સંખ્યા ઘટીને ૮ વાર જ થઈ ગઈ છે. સતત ડિજિટલ પેમેન્ટને કારણે એટીએમમાંથી રોકડ ઉપાડવામાં ઘટાડો થયો છે. હાલમાં દેશમાં ૨.૫ લાખ એટીએમછે. રિપોર્ટ અનુસાર એપ્રિલમાં યુપીઆઈથી કુલ ૧૪.૧ લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન દરેક ચુકવણીનું સરેરાશ મૂલ્ય રૂપિયા ૧,૬૦૦ હતું. દેશના ટોપ-૧૫ રાજ્યોમાં મૂલ્ય અને સંખ્યાના સંદર્ભમાં યુપીઆઈનો હિસ્સો ૯૦ ટકા રહ્યો છે. ટોપ-૧૦૦ જિલ્લાઓમાં આ હિસ્સો ૪૫ ટકા છે. આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટક મૂલ્ય દ્વારા યુપીઆઈચૂકવણીમાં ૮-૧૨ ટકા હિસ્સો ધરાવે છે. યુપી, રાજસ્થાન, બિહાર, તમિલનાડુ, પી. બંગાળમાં તે ૫-૮ ટકા છે.

Related posts

बैंक ऑफ बड़ौदा ने EMI का बोझ किया कम

aapnugujarat

સેંસેક્સ ૧૮૦ પોઇન્ટ ગગડીને બંધ રહ્યો

aapnugujarat

ઈઝરાયલ-ગાઝા યુદ્ધથી ડાયમંડ અને ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં ટેન્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1