Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેસરીયા રંગમાં રંગાઇ ‘તેજસ એક્સપ્રેસ’

ચંદીગઢ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ ટ્રેન તૈયાર થઇ ગઇ છે. તેજસ એકસપ્રેસ નવા લૂક સાથે દિલ્હી પહોંચી ગઇ છે. કપૂરથલા કોચ ફેકટરીમાં બનેલ તેજસ એક્સપ્રેસની બીજી રેક પ્રથમ તેજસ એક્સપ્રેસની સરખામણીએ વધારે આધૂનિક છે. નવી તેજસ એક્સપ્રેસમાં કલર સ્કીમને પૂરી રીતે બદલી નાંખવામાં આવી છે.
જૂના વાદળી રંગની જગ્યા હવે કેસરી, પીળો અને ભૂરા કલરના ડબ્બા કરવામાં આવ્યા છે. નવો લૂક જોતા એવું લાગી રહ્યું છે ટ્રેન પર કેસરીયો લહેરાઇ ગયો હોય. કેન્દ્રની મોદી સરકારે ત્રણ રેલવે રૂટ પર તેજસ એક્સપ્રેસ દોડાવાની જાહેરાત કરી હતી. મુંબઇ અને ગોવા વચ્ચે ગત વર્ષે મે મહિનામાં પ્રથમ તેજસ એક્સપ્રેસની શરૂઆત કરવામાં આવી છે.
બીજી તેજસ એક્સપ્રેસ નવી દિલ્હી અને ચંદીગઢ વચ્ચે દોડાવામાં આવશે. જ્યારે ત્રીજી તેજસ એક્સપ્રેસ દિલ્હીના આનંદ વિહારથી લખનઉ વચ્ચે દોડશે. નવી તેજસ એક્સપ્રેસમાં વિનાયલ રેપિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફાયરથી બચવા માટે સેન્સર લગાવામાં આવ્યા છે. આ સાથે દરેક ડબ્બામાં સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે.
તેજસ એક્સપ્રેસમાં એલઇડી સ્ક્રીન પર ઓન ડિમાન્ડ એન્ટરટેઇમેઇન્ટ બતાવામાં આવશે. ટ્રેનમાં ઓન બોર્ડ વાઇફાઇષ મોડૂયલર બાયો ટોયેલટ તેમજ આરામદાયક સીટ લગાવામાં આવી છે. તેજસ એક્સપ્રેસમાં બારીઓમાં ઓટોમેટિક રીતે ઓપન થતાં પડદા લગાવામાં આવ્યાં છે.
નવી તેજસ એક્સપ્રેસ ટ્રેનના ઇન્ટીનિયરને નવા રંગ સાથે સીટને બદલવામાં આવી છે. નવી તેજસ એક્સપ્રેસમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યાં છે. આ ટ્રેનમાં એલઇડી સ્ક્રીન પહેલાની જેમ જ લગાવામાં આવી છે. દરેક સીટની ઉપર રીડિંગ લાઇટ લગાવામાં આવી છે. રેલવેના અધિકારીઓ મુજબ નવી દિલ્હી અને ચંદીગઢ વચ્ચે તેજસ એક્સપ્રેસ ૩ કલાક જેટલો સમય લગાવશે.

Related posts

હાઈકમાન સિદ્ધુને મનાવવાના મૂડમાં નથી

editor

अनुच्छेद 370 ख़त्म करने के साथ ही 8 हजार जवान घाटी के लिए हुए रवाना

aapnugujarat

રી-લોન્ચ થયું નેશનલ હેરાલ્ડ; રાહુલે કહ્યું- ’સરકાર મીડિયાને ધમકાવે છે’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1