Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦૦૦ની નોટ લોકો વાપરી નાંખવાનું પસંદ કરે છે : રિપોર્ટ

રિઝર્વ બેન્કે અચાનક 2000 રૂપિયાની કરન્સી નોટો બેન્કમાં જમા કરવાની સૂચના આપી તેના કારણે ઘણા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. નોટબંધી વખતે બેન્કોની લાઈનમાં ઉભા રહેવાનો કડવો અનુભવ થયા પછી ઘણા લોકો અત્યારે 2000 રૂપિયાની નોટ વટાવવા અથવા જમા કરવા માટે બેન્કોમાં સમય બગાડવાના બદલે તે રૂપિયા ખર્ચ કરી નાખવાનું વધારે યોગ્ય માન્યું છે. ગ્રાહકો મોટા ભાગે કપડાની ખરીદી, પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ વગેરેમાં જઈને 2000ની નોટ વાપરી રહ્યા છે. ઘણા લોકો 2000ની નોટ વટાવવા માટે સ્ટોર્સમાં જઈને મોટી ખરીદી કરી નાખે છે અથવા પેટ્રોલ પંપ પર જઈને ગાડીની ટાંકી ફૂલ કરાવી નાખે છે. તેમને લાગે છે કે બેન્કમાં જઈને લાઈનમાં સમય બગાડવા કરતા આ વધુ સારી રીત છે. છેલ્લા ત્રણ દિવસમાં મુંબઈમાં પેટ્રોલ પંપ પર 2000ની નોટ દ્વારા રોકડમાં ખરીદીમાં 15 ગણો વધારો થયો છે. કેટલાક એપેરલ રિટેલર્સને આવામાં બિઝનેસ વધારવાની તક મળી ગઈ છે. તેઓ ગ્રાહકોને મેસેજ મોકલીને જણાવે છે કે અમારે ત્યાં 2000 રૂપિયાની નોટ આપીને ખરીદી કરી શકો છો, તેવી જ રીતે દેશભરમાં રેસ્ટોરન્ટ્સ પર પણ લોકો કાર્ડ કે UPIથી પેમેન્ટ કરવાના બદલે 2000 રૂપિયાની નોટ આપીને પેમેન્ટ કરી રહ્યા છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રમુખ કબીર સુરીએ જણાવ્યું કે લોકો મોટા ભાગે 2000ની નોટ દ્વારા પેમેન્ટ કરી રહ્યા છે.

ઈન્ડિગો હોસ્પિટાલિટીના સ્થાપક અનુરાગ કટિયારે જણાવ્યું કે તેમની અંધેરી અને કોલાબા સ્થિત રેસ્ટોરન્ટમાં કેશ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે. સામાન્ય રીતે 10 ટકા પેમેન્ટ કેશમાં થતું હોય છે, પરંતુ 2000ની નોટ પરત ખેંચવાની જાહેરાત પછી લગભગ 20 ટકા પેમેન્ટ કેશ દ્વારા થાય છે. એક સેન્ટર પર તો 2000ની કરન્સી નોટ દ્વારા ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ 45 ટકા સુધી પહોંચી ગયું છે.
હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન, વેસ્ટર્ન ઈન્ડિયાના પ્રેસિડન્ટ પ્રદીપ શેટ્ટી જણાવે છે કે લોકો રેસ્ટોરન્ટ પર પેમેન્ટ કરવા માટે કરન્સી નોટનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ લોકો ભાગ્યે જ કેશમાં ટ્રાન્ઝેક્શન કરતા હતા.
પેટ્રોલ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ ચેતન મોદીએ જણાવ્યું કે મુંબઈમાં લગભગ 250થી વધારે પંપ પર રોજ 2000ની લગભગ 20 નોટનું ટ્રાન્ઝેક્શન થતું હતું, જેની સંખ્યા હવે વધીને 300 નોટ સુધી પહોંચી ગયું છે. ઘણી જગ્યાએ લોકો 50 કે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા આવે છે અને 2000 રૂપિયાની નોટ આપે છે, તેના કારણે ગ્રાહકો અને પેટ્રોલપંપના સ્ટાફ વચ્ચે ઘણી જગ્યાએ દલીલો થાય છે.

Related posts

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૨૦૨૦ સુધીમાં બનશે ૧ કરોડ મકાન

aapnugujarat

‘મર્દાનગી’ સાબિત કરવા અન્ય મહિલા સાથેની ક્લિપ સસરાને મોકલી !

aapnugujarat

લોકસભા ચૂંટણી પહેલા અખિલેશનું નિવેદન : ઉત્તર પ્રદેશમાં બિન-કોંગ્રેસી હશે ગઠબંધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1