Aapnu Gujarat
રાષ્ટ્રીય

માનહાની કેસમાં રાહુલ ગાંધીની 2 વર્ષની સજા યથાવત

માનહાની કેસમાં રાહુલ ગાંધીને જેલની સજા ફટકારવામાં આવી છે. આ અંગે આજે સૂરત કોર્ટમાં નિર્ણય આવી ગયો છે. નોંધનીય છે કે આ નિર્ણય બાદ સાંસદ સભ્યપદ મુદ્દે પણ મોટો નિર્ણય આવી શકે એવું અનુમાન હતું. નોંધનીય છે કે રાહુલ ગાંધીની 2 વર્ષની સજા યથાવત રાખવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીની અરજી ફગાવી દેવામાં આવી છે. તેણે સજા પર સ્ટે મુકવા અંગે અરજી કરી હતી. જોકે આ અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે રાહુલ ગાંધી હાઈકોર્ટમાં અપિલ કરી શકે છે.
અગાઉ 3 એપ્રિલે રાહુલ ગાંધીની અરજી પર સેશન કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધીને જ્યાં સુધી નિર્ણય નથી લેવાતો ત્યાં સુધી જામીન આપ્યા હતા. જોકે ત્યારપછી 13 એપ્રિલે સુનાવણી થઈ હતી અને બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી નિર્ણયને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

આ કેસ ચૂંટણી પ્રચાર સમયનો છે
2019માં બેંગ્લોરમાં ચૂંટણી પ્રચારની રેલી દરમિયાનનો આ કેસ છે. અહીં રાહુલ ગાંધીએ મોદી સરનેમ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારપછી પૂર્ણેશ મોદીએ માનહાનિ કેસ દાખલ કર્યો હતો. આ વર્ષે 23 માર્ચે કોર્ટે નિર્ણય આપ્યો હતો. ત્યારપછી અન્ય દીવસે તેનું સાંસદ સભ્યપદ દૂર થઈ ગયું હતું.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ટકોર કરી
આ કેસમાં સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી વિરૂદ્ધ 10થી વધુ માનહાની કેસ ચાલી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે પણ તેને ટકોર કરી હતી. સાંસદ સભ્યપદ જતુ રહ્યું લોકસભા હાઉસિંગ કમિટિએ 27 માર્ચે બંગલો ખાલી કરાવ્યો હતો. ત્યારપછી હવે રાહુલ ગાંધી સોનિયા ગાંધીના નિવાસ સ્થાને વસવાટ કરી રહ્યો છે. મીડિયા અહેવાલો પ્રમાણે એમનો સામાન પણ શિફ્ટ કરી દેવામાં આવ્યો છે.

મારી સાામે ખોટી કાર્યવાહી કરાઈ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીના વકીલ આર.એસ ચીમાએ કોર્ટમાં જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધી વાયનાડથી રેકોર્ડ મતોથી જીત્યા હતા અને લોકસભા પહોંચ્યા હતા. કોર્ટે 2 વર્ષની સજા સંભળાવતા તેમની સંસદીય સદસ્યતા રદ થઈ ગઈ હતી. રાહુલ ગાંધીએ વકીલ ચીમાના મારફતે કહ્યુ હતુ કે, મારુ ભાષણ કોઈને માનહાની કરવા માટે ન હતુ. હકિકતમાં મારે સામે કાર્યવાહી કરવામાં આવી કારણ કે, હું પ્રધાનમંત્રીની મેં નિંદા કરી હતી. મારી સામે ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી છે.

Related posts

અખિલેશની સપા અધ્યક્ષ તરીકે તાજપોશી : મુલાયમ ગેરહાજર

aapnugujarat

રેલવે કર્મચારીઓની નિવૃત્તિવયમાં કરાયો વધારો

aapnugujarat

शिवराज ने हिंसा के लिए कांग्रेस को ठहराया जिम्मेदार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1