Aapnu Gujarat
મનોરંજન

Rakhi Sawantને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી

રાખી સાવંત (Rakhi Sawant) કોઈને કોઈ કારણોસર ચર્ચા અને વિવાદમાં રહે છે. થોડા મહિનાઓ પહેલા આદિલ ખાન દુરાની સાથે પ્રેમ, લગ્ન અને ત્યાર પછી તેના પર ગંભીર આક્ષેપો લગાવી તેને જેલ ભેગો કરાવવાને લઈને ચર્ચામાં હતી. હવે રાખી સાવંતના નામે વધુ એક વિવાદ છેડાયો છે. રાખી સાવંતે દાવો કર્યો છે કે, તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો મેઈલ આવ્યો છે. મેઈલમાં તેને ચેતવણી આપવામાં આવી છે કે, તે સલમાન ખાન (Salman Khan)ના કેસથી દૂર રહે. મહત્વનું છે કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી છેલ્લા થોડા મહિનાથી બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકીભર્યા મેઈલ અને ફોન કરવામાં આવી રહ્યા છે.

પોતાને આવેલા ઈ-મેઈલ રાખી સાવંતે મીડિયાને બતાવ્યા હતા. તેમાં લખવામાં આવ્યું હતું, “રાખી, અમારી તારી સાથે કોઈ દુશ્મનાવટ નથી. તું સલમાન ખાનના મુદ્દામાં ના પડ નહીં તો તને પણ પ્રોબ્લેમ થશે. તારા ભાઈ સલમાનને તો અમે મુંબઈમાં જ મારીશું. તે કેટલી પણ સિક્યોરિટી કેમ ના વધારી દે આ વખતે તેને સિક્યોરિટી સાથે જ મારીશું. આ છેલ્લી ચેતવણી છે રાખી નહીં તો તું પણ તૈયાર રહેજે.” ગુર્જર પ્રિન્સ નામના શખ્સ દ્વારા રાખીને આ ઈ-મેઈલ મોકલવામાં આવ્યો છે.

રાખી સાવંતને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય હોવાનો દાવો કરતાં જ એક શખ્સ તરફથી બે મેઈલ આવ્યા છે. પહેલો મેઈલ 18 એપ્રિલે સવારે 7.22 કલાકે મોકલવામાં આવ્યો હતો જ્યારે બીજો મેઈલ એ જ દિવસે બપોરે 1.19 કલાકે મોકલવામાં આવ્યો હતો. બીજા મેઈલમાં લખવામાં આવ્યું હતું કે, “રાખી તને છેલ્લીવાર સમજાવીએ છીએ. સલમાન ખાનને કોઈ નહીં બચાવી શકે છે. અમને કોઈનો ડર નથી. અમારે સલમાન ખાનનું ઘમંડ તોડવાનું છે. તેને રૂપિયા અને પાવરનું બહુ ઘમંડ છે. તે ગોલ્ડી ભાઈ સાથે વાત કરે અથવા મરવા માટે તૈયાર થઈ જાય. અમે તેને તેના ઘરની બહાર જ બહુ જલ્દી મારીશું.”

રાખીએ લોરેન્સ બિશ્નોઈ ગેંગને વિનંતી કરી છે કે, તેઓ સલમાન ખાનને અને તેને બક્ષી દે. “હું ખૂબ જ આઘાતમાં છું. હું હંમેશા સલમાન ભાઈ વિશે વાત કરું છું અને પ્રાર્થના કરું છું કે તેમને કંઈ ના થાય. મહાન સિદ્ધુ મૂસેવાલા સાથે જે થયું એ મારા સલમાન ભાઈ સાથે ના થવું જોઈએ. હું બિશ્નોઈ સમાજને વિનંતી કરું છું કે હું તમારી બહેન જેવી છું. મહેરબાની કરીને ગુસ્સે ના થાવ અને અમને માફ કરી દો.”

રાખી સાવંતને પૂછવામાં આવ્યું કે, શું તે આ મુદ્દે પોલીસની મદદ લેવાની છે? જવાબ આપતાં તેણે કહ્યું, “મને તેમના તરફથી શું મદદ મળશે? મારે એક પોલીસ ફરિયાદ કરવી હોય તો પણ આખો દિવસ રાહ જોવી પડે છે. મને નથી ખબર કે હું સિક્યોરિટી માગીશ કે નહીં.” ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કેટલીયવાર જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. જે બાદ સલમાન ખાનની સિક્યુરિટી વધારી દેવામાં આવી છે.

Related posts

સુનિલ દત્તની આમ્રપાલી ફિલ્મની રિમેકની તૈયારીઓ

aapnugujarat

वित्त मंत्रालय ने GST राजस्व भरपाई को 6,000 करोड़ रुपए की नौवीं किस्त जारी की

editor

महेश मांजरेकर की बेटी को लॉन्च करेंगे सलमान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1