Aapnu Gujarat
રમતગમત

Rohit Sharma ક્રિકેટ કિટ ખરીદવા એકસમયે દૂધ વેચતો હતો : PRAGYAN OZA

કોઈ પણ વ્યક્તિને પરિશ્રમ વગર સફળતા મળતી નથી. ખુલ્લી આંખે જોયેલા સપના પૂરા કરવા માટે અથાક મહેનત કરવી પડે છે અને તેના પાછળ રચ્યા-પચ્યા રહેવું પડે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની (Rohit Sharma) જ વાત કરીએ તો આજે તેની કમાણી કરોડોમાં છે. તેનો સમાવેશ ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓમાં થાય છે. આમ તો અત્યારસુધીના તેના ઈન્ટરનેશનલ કરિયરમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે પરંતુ તેણે મહેનત કરવાની છોડી નથી. તેને ‘હિટમેન’નું બિરુદ આપવામાં આવ્યું છે પરંતુ તેની આ સફર ઘણી સંઘર્ષ ભરેલી રહી છે. એક સમય એવો હતો જ્યારે રોહિત શર્મા (Pragyan Ojha) દૂધ વેચવા માટે જતો હતો. આ વાતનો ખુલાસો તેના સાથી ખેલાડી રહી ચૂકેલા પ્રજ્ઞાન ઓઝાએ કર્યો છે.
ઝીયો સિનેમા પર એક શો દરમિયાન પ્રજ્ઞાન ઓઝાએ રોહિત શર્મા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘તે મધ્યમવર્ગમાંથી આવતો હતો. તેની ક્રિકેટ કિટનું બજેટ ખૂબ જ લિમિટેડ હોવાનું તેણે મને એકવાર કહ્યું હતું. આ વાત કરતી વખતે તે ઈમોશનલ થઈ ગયો હતો. તેણે દૂધની ડિલિવરી પણ કરી છે. જેનાથી તે પોતાના માટે ક્રિકેટ કિટ ખરીદી શકે. આ વાત ઘણી જૂની છે. આજે જ્યારે તેને જોઉ છું તો મને તેના પર ગર્વ થાય છે. તેની જર્ની ક્યાંથી શરૂ થઈ હતી અને આજે તે ક્યાં પહોંચી ગયો છે’.

રોહિત શર્માના પિતાની આવક વધારે નહોતી અને તેથી તે ક્રિકેટર બનવાનું સપનું પૂરું કરવા માટે દાદા સાથે રહેતો હતો. પ્રજ્ઞાન ઓઝાએ વધુમાં કહ્યું હતું કે ‘જ્યારે હું પહેલીવાર તેને અંડર 15 નેશનલ કેમ્પમાં મળ્યો ત્યારે બધાએ એમ જ કહ્યું હતું કે ખૂબ ખાસ ખેલાડી છે. હું તેની સાથે ક્રિકેટ રમ્યો છું. તેની વિકેટ પણ લીધી છે. રોહિતનો અંદાજ મુંબઈના છોકરા જેવો હતો. તે વધારે બોલતો નહોતો પરંતુ બેટિંગ આક્રમક કરતો હતો. શરૂઆતમાં તે મારી સાથે પણ ઓછું બોલતો હતો અને આ વાત મને પરેશાન કરતી હતી. જો કે, ધીમે-ધીમે અમારી મિત્રતા વધી ગઈ’.

35 વર્ષીય રોહિત શર્મા પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં અત્યારસુધીમાં કુલ 49 ટેસ્ટ, 243 વનડે, 148 ટી20 મેચ રમ્યો છે. રોહિત શર્માએ 83 ઈનિંગમાં 3,3379 રન, વનડેમાં 236 ઈનિંગમાં 9,825 રન અને ટી20ની 140 ઈનિંગમાં 3,853 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં મળીને રોહિતે 43 સદી અને 91 અડધી સદી ફટકારી છે.

ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ ખતમ થયા બાદ રોહિત શર્મા IPLની તૈયારીમાં લાગી ગયો છે, જેની શરૂઆત 31 માર્ચથી થવાની છે. ક્રિકેટર 12 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો છે અને આ ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન પણ છે. આ સીઝનની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ 2 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમશે

Related posts

મુરલીધરને અશ્વિનને માન્યો દુનિયાનો શ્રેષ્ઠ બોલર

aapnugujarat

अंतिम 2 टेस्ट के लिए ठाकुर की जगह उमेश होंगे शामिल

editor

મેલબોર્ન ટેસ્ટ : ટીમ ઈન્ડિયાનાં ૨ વિકેટે ૨૧૫ રન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1