Aapnu Gujarat
રાષ્ટ્રીય

EWSને સુપ્રીમની મંજૂરીનો DMK LEADER સ્ટાલિન દ્વારા વિરોધ

ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ ઈડબલ્યુએસ ક્વોટાને સુપ્રીમની લીલી ઝંડીનું સ્વાગત કર્યું છે. એક માત્ર દળ ડીએમકે દ્વારા તેનો તીખો વિરોધ કર્યો છે. તમિલનાડુની સત્તા પર કાબિજ ડીએમકેના નેતા સ્ટાલિને કહ્યું કે, અમે આ નિર્ણયના વિરુદ્ધ પુનર્વિચાર અરજી કરીશું. તેમણે કહ્યું કે, અમે પોતાના વકીલોની રાય લઈ રહ્યા છે અને તેના વિરુદ્ધ ફરીથી અદાલતમાં જઈશું. સ્ટાલિને આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, આનાથી એક સદીથી ચાલતી આવી રહેલી સામાજિક ન્યાયની લડાઈને ધક્કો લાગ્યો છે. તેમણે આના વિરુદ્ધ તમામ લોકોને એકજૂટ થવાની પણ અપીલ કરી હતી.
તમિલનાડુની ડીએમકે સરકાર આ મામલામાં એક પાર્ટી હતી. તેમણે તેમના રાજ્યમાં ઈડબલ્યુએસ ક્વોટા હેઠળ નોકરીઓ ન આપવાનો નિર્ણય લીધો હતો અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ડીએમકેના સાથી ટી. થિરુમાવલને પણ કહ્યું છે કે, પાર્ટી તરફથી કોર્ટમાં પનર્વિચાર માટે અરજી દાખલ કરશે. સ્ટાલિને કહ્યું કે, આ નિર્ણય સામાજિક ન્યાય માટેની અમારી એક સદીની લડાઈને આંચકા સમાન છે. તેમણે કહ્યું કે, બંધારણમાં આરક્ષણ માટે પહેલો સુધારો મેળવનાર તમામ સંગઠનો અને સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોએ એક થવું પડશે. તો જ અમે આ મામલે અમારો પક્ષ રાખી શકીશું.
સ્ટાલિને કહ્યું કે, આ એવો સમય છે જ્યારે આપણે સામાજિક ન્યાય માટે ફરીથી એકજૂથ થવું પડશે. ડીએમકે તરફથી વરિષ્ઠ વકીલ પી. વિલ્સને કહ્યું કે, અનામતનો અર્થ સામાજિક ન્યાય છે. તેના હેઠળ આર્થિક ન્યાય કરવાની ભાવના નહોતી. આરક્ષણનો હેતુ શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં સમાન તકો પ્રદાન કરવાનો હતો જેમની સાથે ઐતિહાસિક રીતે અન્યાયી વર્તન કરવામાં આવ્યું છે. ડીએમકેના વકીલે કહ્યું કે, માત્ર ગરીબીના આધારે અનામતની વ્યવસ્થા ન કરી શકાય. ઉલ્લેખનીય છે કે, ડીએમકે અને આરજેડીએ સંસદમાં પણ ઈડબલ્યુએસ ક્વોટાનો વિરોધ કર્યો હતો. આ સિવાય અન્ય તમામ પક્ષોએ સમર્થન આપ્યું હતું.

Related posts

महाराष्ट्र का जनादेश शिवसेना का मुख्यमंत्री चाहता है : राउत

aapnugujarat

મોબાઈલ નંબરને આધાર લિંક કરાવવા મામલે સુપ્રીમ કોર્ટની મોટી સ્પષ્ટતા

aapnugujarat

भारत ने पाकिस्तान को दिया एक और झटका, नहीं आयात करेगा प्याज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1