સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ રાખતા ખાનગી બિન-અનુદાનિત મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અભ્યાસક્રમો માટે વાર્ષિક ટ્યુશન ફી વધારીને ૨૪ લાખ રૂપિયા કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું છે. જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ એમ. એમ. સુંદરેશની બેન્ચે ભાર આપીને કહ્યું હતું કે, ફી ને વધારીને ૨૪ લાખ કરવામાં આવી છે. તે અગાઉ નક્કી કરેલી ફી કરતા સાત ગણી વધું છે, તે યોગ્ય નથી. શિક્ષણ એ નફો કમાવવાનો વ્યવસાય નથી. ટ્યુશન ફી હંમેશા સસ્તી રહેશે.
આ માટે કોર્ટે રાજ્ય સરકાર અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (નાલ્સા) અને સુપ્રીમ કોર્ટની આર્બિટેશન એન્ડ કોન્સીલીએશન પ્રોજેક્ટ કમિટી (એમસીપીસી)ને ચૂકવવા માટે દરેક એપેલમેન્ટ મેડિકલ કોલેજ પર ૨.૫ લાખનો ખર્ચ લાદ્યો છે. સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. તેમાં ખાનગી બિન-અનુદાનિત મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અભ્યાસક્રમોની વાર્ષિક ટ્યૂશન ફી વધારીને ૨૪ લાખ રૂપિયા કરવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો. બેન્ચે મેડિકલ કોલેજોને સપ્ટેમ્બર ૨૦૧૭માં જારી કરાયેલા સરકારી આદેશ (ગો) હેઠળ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવેલી વધારાની ફી પરત કરવાના હાઈકોર્ટના નિર્દેશોને પણ સમર્થન આપ્યું હતું. તેના દ્વારા રાજ્યએ ફીમાં વધારો કર્યો હતો.
બેન્ચે સ્પષ્ટા કરી હતી કે, જો એડમિશન અને ફી રેગ્યુલેટરી કમિટી પહેલાથી જ નિર્ધારિત ટ્યુશન ફીથી વધુ ટ્યુશન ફી નક્કી કરે છે તો તે મેડિકલ કોલેજો માટે સંબંધિત વિદ્યાર્થીઓ માટે તેને વસૂલવા માટે હમેશા ખુલ્લું રહેશે. જો કે સંબંધિત મેડિકલ કોલેજોને એકત્રિત કરવામાં આવેલી રકમ જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે, ફીનું નિર્ધારણ અથવા ફીની સમીક્ષા આકારણી નિયમોના પરિમાણોની અંદર થશે અને તેનો સીધો સંબંધ નિમ્નલિખિત બાબતો સાથે હશે.