Aapnu Gujarat
શિક્ષણ

આતંક પીડિતોને એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન માટે અનામત મળશે

મેડિકલ એડમિશનને લઈને કેન્દ્ર સરકારે મોટુ એલાન કર્યુ છે. હવે એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન માટે અનામતના નિયમમાં વધુ એક કોટા જોડી દેવાયો છે. આ કોટા છે આતંક પીડિતોનો. આ શૈક્ષણિક સત્ર એટલે ૨૦૨૨-૨૩ થી ટેરર વિક્ટિમ રિઝર્વેશન કોટા લાગુ કરવામાં આવી રહ્યો છે. આ સંબંધિત ઓફિશિયલ નોટિફિકેશન જારી કરવામાં આવી ચૂક્યુ છે. કેન્ડિડેટ્‌સ સેન્ટ્રલ પુલ દ્વારા આ કોટાનો લાભ લઈ શકાશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્ણય અનુસાર જમ્મુ કાશ્મીરમાં એકેડેમિક યર ૨૦૨૨-૨૩થી એમબીબીએસ અને બીડીએસમાં આતંક પીડિતો માટે કોટા અનામત રહેશે. આ અનામત મેડીકલ સીટ આતંક પીડિતોના બાળકો અને તેમના જીવનસાથી એટલે પતિ કે પત્ની માટે હશે.
એમબીબીએસ, બીડીએસ રિઝર્વેશનઃ કોને મળશે ફાયદો? ટેરર વિક્ટિમ માટે લાવવામાં આવેલી અનામત નીતિ હેઠળ પ્રાથમિકતાઓને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. જાણો રિઝર્વેશનમાં કોને પહેલી પ્રાથમિકતા મળશે, કોને બીજી.
પહેલી પ્રાથમિકતાઃ એવા બાળકો જેમના માતા-પિતા બંને આતંકી હુમલામાં મૃત્યુ પામ્યા હોય.બીજી પ્રાથમિકતાઃ એવા બાળકો જેમના પરિવારમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ આતંકી હુમલામાં મૃત્યુ પામી હોય.એવા બાળકો જેમના માતા-પિતા કોઈ આતંકી હુમલામાં હંમેશા માટે દિવ્યાંગ થઈ ગયા હોય કે ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હોય. આ અનામત હેઠળ એવા ઉમેદવાર આવશે જે જમ્મુ કાશ્મીરના સ્થાયી નિવાસી છે કે પછી કેન્દ્રીય/રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના સરકારી કર્મચારી જેમનુ પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં રહ્યુ હોય. જમ્મુ-કાશ્મીરમાં પ્રતિનિધિયુક્ત પર કામ કરી રહેલા કેન્દ્રીય, રાજ્ય કે યુટી કર્મચારીઓના બાળકો પણ આ અનામત હેઠળ આવશે. આ માટે ૧૧ નવેમ્બર ૨૦૨૨ અંતિમ તારીખ છે. આ નિર્ણયને ધ્યાનમાં રાખતા જમ્મુ કાશ્મીર પ્રોફેશનલ એન્ટ્રેંસ એગ્ઝામિનેશન બોર્ડ એટલે કે બીઓપીઈઈએ અરજી માગી છે. ઉપર જણાવેલી યોગ્યતા પૂરી કરનારા વિદ્યાર્થીઓ જમ્મુ કાશ્મીરમાં મેડીકલ એડમિશન માટે સેન્ટ્રલ પુલ હેઠળ અપ્લાય કરી શકે છે.

Related posts

હવે રાજ્યમાં ધો- ૧ થી ૫ના ઑફલાઈન વર્ગોની તૈયારી

editor

स्कूलों में भविष्य फ्युचरीस्टीक टेक्नोलॉजी अब लागू होगी

aapnugujarat

હૂંફ ફાઉન્ડેશન ગરીબ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1