Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુરોપમાં હિટવેવથી ૧૫૦૦૦ લોકોનાં મોત થયા

યુરોપના દેશોમાં આ વર્ષે જળવાયુ પરિવર્તનના કારણે ભારે નુકશાન થયું છે. કેટલાક દેશોમાં અસાધારણ વરસાદ, હીટવેવને કારણે દુષ્કાળ અને જંગલમાં લાગેલી આગ જેવી ઘટનાઓએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું હતું. સોમવારે યુરોપ માટે ડબલ્યુએચઓ ના પ્રાદેશિક નિર્દેશક હંસ હેનરી ક્લુગે જણાવ્યું હતું કે, આ વર્ષે યુરોપમાં ગરમ હવામાનથી ઓછામાં ઓછા ૧૫,૦૦૦ લોકો મૃત્યુ થઈ ચૂક્યા છે. આ આંકડા એકદમ ચોંકાવનારા છે.
ક્લુઝે જણાવ્યું કે, અત્યાર સુધી રજૂ કરાયેલા દેશના ડેટાના આધારે એવો અંદાજ છે કે, ૨૦૨૨માં ખાસ કરીને ગરમીના કારણે ઓછામાં ઓછા ૧૫,૦૦૦ લોકોના મોત થયા હતા. યુરોપના સ્પેનમાં લગભગ ૪,૦૦૦, પોર્ટુગલમાં ૧,૦૦૦થી વધુ, યુનાઈટેડ કિંગડમમાં ૩,૨૦૦ થી વધુ અને જર્મનીમાં લગભગ ૪,૫૦૦ મૃત્યુની સૂચના સ્વાસ્થ્ય અધિકારીઓએ ગરમીઓના મહિના દરમિયાન આપી હતી.
યુરોપમાં તાપમાન ૧૯૬૧-૨૦૨૧ના સમયગાળા દરમિયાન લગભગ ૦.૫ સેન્ટીગ્રેડ પ્રતિ દાયકાના સરેરાશ દરે નોંધપાત્ર રીતે ઘણું ગરમ થઈ ગયું છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ) દ્વારા આ અઠવાડિયે શરૂ કરાયેલા એક અહેવાલ મુજબ, તે સૌથી ઝડપી વોર્મિંગ ક્ષેત્ર છે. છેલ્લા ૫૦ વર્ષોમાં યુરોપિયન પ્રદેશમાં ભારે તાપમાનને કારણે ૧,૪૮,૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારબાદથી માત્ર ૧ વર્ષમાં ૧૫,૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.વર્ષ ૨૦૨૧માં હવામાન અને આબોહવાની ઘટનાઓને કારણે સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને અડધા મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. આ ઘટનાઓમાંથી લગભગ ૮૪ ટકા પૂર અથવા વાવાઝોડા હતા. ક્લુઝે કહ્યું કે, વૈશ્વિક સરેરાશ તાપમાનમાં ૧.૧ સેના વધારા સાથે અમારા પ્રદેશના લોકોના સ્વાસ્થ્યને અસર થઈ છે.

Related posts

કેનેડામાં ઘર લેવાના સપના પર ગ્રહણ લાગ્યું

aapnugujarat

मेरे से बड़ा देशभक्त कोई नहीं : ट्रंप

editor

ચીને બનાવ્યું ૧૦ હજાર ટન વજનનું આધુનિક હથિયારોથી સજ્જ સ્વદેશી યુદ્ધ જહાજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1