Aapnu Gujarat
રમતગમત

કોહલીની સામે ફેક ફિલ્ડિંગનો બાંગ્લાના વિકેટકીપરનો આક્ષેપ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગઈકાલે મહત્વની મેચ રમાઈ હતી, જેમાં ભારતે પાંચ રનથી વિજય મેળવ્યો હતો. ભારત સામે મેચ હાર્યા પછી બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્‌સમેન નુરુલ હસને વિરાટ કોહલી પર ફેક ફિલ્ડીંગનો આરોપ મૂક્યો છે. તેણે જણાવ્યું કે, ફીલ્ડ અમ્પાયરોએ એડિલેડમાં આ વાતને ધ્યાનમાં નહોતી લીધી. જો તેઓ ધ્યાન આપતા તો ભારતને પાંચ રનની પેનલ્ટી લાગતી. અહીં રસપ્રદ બાબત એ છે કે ગઈકાલની મેચમાં ભારતે પાંચ રનથી જીત મેળવી છે. આ જીત સાથે જ ભારતનું સેમીફાઈનલમાં પહોંચવુ લગભગ નક્કી થઈ ગયું છે.
નુરુલ હસને દાવો કર્યો કે સાતમી ઓવરમાં કોહલીએ એવો દેખાડો કર્યો કે તે અર્શદીપ સિંહ તરફ બોલ ફેંકી રહ્યો છે. આ બાબત પર અમ્પાયર મરૈસ ઈરાસ્મસ અને ક્રિસ બ્રાઉને ધ્યાન નહોતુ આપ્યું. લિટન દાસ અને નઝમલુ હુસૈન શાન્તોએ પણ આ વાત પર ધ્યાન નહોતુ આપ્યું. જો કે, સોશિયલ મીડિયા પર ક્રિકેટના ફેન્સનો અભિપ્રાય બે ભાગમાં વહેંચાઈ ગયો છે. બાંગ્લાદેશના ફેન્સ નુરુલને સાચો કહી રહ્યા છે તો ભારતીય ફેન્સનું કહેવું છે કે બાંગ્લાદેશ હારનો સામનો નથી કરી શકતું, માટે આવા આરોપ મૂકી રહ્યું છે.
નુરુલે કહ્યું કે, જો નિર્ણય બાંગ્લાદેશના પક્ષમાં જતો તો સ્થિતિ અલગ હોઈ શકતી હતી. ભારત પાંચ રનથી મેચ જીત્યું છે. ચોક્કસપણે મેદાન ભીનુ હતું. અને મને લાગ્યું કે જ્યારે અમે વાત કરી રહ્યા હતા તો તે એક નકલી થ્રો હતો અને પાંચ રનની પેનલ્ટી લાગી શકતી હતી. પરંતુ દુર્ભાગ્યવશ આમ ના થઈ શક્યું. ઓન ફીલ્ડ અમ્પાયરે રી-ચેક કરવાની તસ્દી પણ નહોતી લીધી અને કોઈ પણ કાર્યવાહી કરવાની ના પાડી દીધી હતી. ફેક ફિલ્ડીંગ બાબતે ૈંસીસીના ૪૧.૫ નિયમ અનુસાર, જો બેટ્‌સમેનસ સાથે આ પ્રકારની ઘટના થાય છે તો તે નિયમનું ઉલ્લંઘન છે. આ સ્થિતિમાં અમ્પાયર બોલને ડેડ બૉલ જાહેર કરી શકે છે અને પેનલ્ટી તરીકે ૫ રન ઓછા કરી શકે છે. વિપક્ષી ટીમને ગિફ્ટ તરીકે પાંચ રન મળી જાય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એક નો-બોલ બાબતે વિરાટ કોહલીએ બેટિંગ દરમિયાન અમ્પાયરને માંગ કરી હતી, જેના પર બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસને અમ્પાયર સાથે દલીલ કરી હતી. વિરાટ કોહલી વચ્ચે પડતાં વાત આગળ નહોતી વધી.

Related posts

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈલેવનમાં કોહલીને ન મળ્યું સ્થાન

editor

વનડે વર્લ્ડ કપ પછી દ્રવિડનું પત્તું કપાશે !

aapnugujarat

ટેસ્ટ શ્રેણીમાં ભારતની આશાનો ભાર બેટ્‌સમેનો પર રહેશે : ગાંગુલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1