Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેનેડા ત્રણ વર્ષમાં ૧૪.૫ લાખ લોકોને પીઆર આપશે

કેનેડામાં હાલમાં તમામ ઈન્ડસ્ટ્રીમાં કામદારોની ભારે અછત હોવાના કારણે તેણે ઈમિગ્રન્ટ્‌સ માટે દરવાજા ઉઘાડવાનો નિર્ણય લીધો છે. આગામી ત્રણ વર્ષમાં કેનેડામાં લગભગ ૧૪.૫ લાખ લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપવામાં આવશે. આના કારણે ૨૦૨૩થી ૨૦૨૫ સુધીમાં ભારતીય ઈમિગ્રન્ટ્‌સને સૌથી વધુ તક મળવાની શક્યતા છે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી સિન ફ્રેઝરે આ અંગે જાહેરાત કરી હતી. કેનેડામાં હેલ્થકેર, આઈટી સહિત તમામ મહત્ત્વના ઉદ્યોગોમાં કામદારોની અછત છે. તેથી તેમણે પર્મેનન્ટ રેસિડન્સી માટે ટાર્ગેટ વધારવાની ફરજ પડી છે.
કેનેડા સરકારના નવા ટાર્ગેટ પ્રમાણે ૨૦૨૩માં ૪.૭૦ લાખ લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપવામાં આવશે. તેના માટે અગાઉનો ટાર્ગેટ ૪.૫૦ લાખ હતો. ૨૦૨૪માં ૪.૮૦ લાખ અને ૨૦૨૫માં પાંચ લાખ લોકોને પીઆર સ્ટેટસ આપવાની યોજના છે. તેમાં ભારતીયો સૌથી વધારે ફાવી જાય તેવી શક્યતા છે કારણ કે કેનેડામાં પર્મેનન્ટ રેસિડન્સી માટે આમંત્રિત કરાતા લોકો તથા પર્મેનન્ટ રેસિડન્સી મેળવતા લોકો- બંનેમાં ભારતીયો આગળ છે. હવે નવો ટાર્ગેટ વધવાના કારણે પણ વધારે ભારતીયો કેનેડાના પીઆર મેળવે તેવી શક્યતા છે.
૨૦૨૧માં ૧.૩૦ લાખ ભારતીયોએ કેનેડાના પીઆર મેળવ્યા હતા. તે વર્ષ દરમિયાન કેનેડાએ જે કુલ ઁઇ ઈશ્યૂ કર્યા તેમાં ત્રીજા ભાગનો હિસ્સો ગુજરાતીઓનો હતો. કેનેડામાં હેલ્થકેર, આઈટી સહિત તમામ મહત્ત્વના ઉદ્યોગોમાં કામદારોની અછત હોવાથી પર્મેનન્ટ રેસિડન્સી માટે ટાર્ગેટ વધારવાની ફરજ પડી છે. ઓગસ્ટ ૨૦૨૨ના આંકડા પ્રમાણે કેનેડામાં ૯.૬૦ લાખ જેટલી જગ્યાઓ ખાલી હતી અને તેના માટે લાયક માણસોની જરૂર છે. કેનેડામાં પણ લગભગ ૧૦ લાખથી વધારે લોકો બેરોજગાર છે પરંતુ તેમની પાસે એવી સ્કીલ નથી જે આઈટી, હેલ્થકેર અને બીજા ઉદ્યોગોમાં કામ લાગી શકે.
આ ઉપરાંત કેનેડામાં સરેરાશ નાગરિકોની ઉંમર વધારે છે અને તેઓ લગભગ નિવૃત્તિના આરે પહોંચી ગયા છે. તેના કારણે સ્કીલ્ડ લોકોની ભારે અછત પેદા થઈ છે જેને ભરવા માટે ઈમિગ્રેશનના નિયમો સરળ બનાવવામાં આવશે.
કેનેડાની વિઝા અને પીઆર પોલિસી વધારે ઉદાર છે અને તેને દર વર્ષે લાખો લોકોની જરૂર પડે છે. કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રીથી ઇમિગ્રન્ટ્‌સને આવકારવાની કામગીરી પણ ઝડપી કરી છે. પરંતુ તેમાં ઉંમરનું પરિબળ કામ કરે છે. ચોક્કસ વયજૂથના લોકોને કેનેડામાં કાયમી વસવાટ કરવા મળે તેવી શક્યતા વધારે રહે છે.
તમારી ઉંમર ૨૦થી ૨૯ વર્ષ સુધી હોય ત્યાં સુધી તમને ઓટોમેટિક ૧૧૦ સીઆરએસ પોઈન્ટ મળી જશે. તેનાથી વધારે ઉંમર હોય તો પોઈન્ટ ઘટવા લાગે છે.

Related posts

अर्जेंटीना के टुकुमन प्रांत में बस दुर्घटना में 13 लोगों की मौत

aapnugujarat

હું અને વિશ્વના તમામ ધનિકો તેમની સંપત્તિ માટે લાયક નથી : બિલ ગેટ્‌સ

aapnugujarat

અબુ ધાબીએ અદાલતી કામકાજમાં ત્રીજી સત્તાવાર ભાષા તરીકે હિન્દીનો ઉમેરો કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1