Aapnu Gujarat
રાષ્ટ્રીય

વેંકૈયાએ કેરિયરમાં જુદા જુદા હોદ્દા ઉપર સફળ કામ કર્યું છે

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. અને વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા હતા. એનડીએના ઉમેદવાર રહેલા વેંકૈયા નાયડુનો જન્મ પહેલી જુલાઈ ૧૯૪૯ના દિવસે થયો હતો. વેંકૈયા નાયડુએ વીઆર કોલેજ મેગ્લુર આંધ્રપ્રદેશ યુનિવર્સિટીમાંથી કાયદામાં ડિગ્રી મેળવી હતી. પિતા રંગાયા નાયડુ અને માતા રમન્નમા બંને કૃષિ નિષ્ણાતો તરીકે રહ્યા છે. વેંકૈયા નાયડુની પત્નિનું નામ ઉષા છે અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેમની કેરિયર ઉપર નજર કરવામાંઆવે તો ૧૯૭૮-૧૯૮૩ અને ૧૯૮૩-૮૫ સુધી આંધ્રપ્રદેશના ધારાસભ્ય તરીકે રહી ચુક્યા હતા. ૧૯૯૩-૨૦૦૦ સુધી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે રહ્યા હતા. ૨૦૦૨-૨૦૦૪ સુધી ભાજપના અધ્યક્ષ તરીકે વેંકૈયા નાયડુએ સેવા આપી હતી. ૧૯૯૮માં રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. મે ૨૦૧૬માં રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ તરીકે રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેેદવારીપત્ર દાખલ કરવામાં આવ્યા ત્યાં સુધી તેઓ શહેરી ગ્રામીમ વિકાસ મંત્રી તરીકે રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા તમામ જુદા જુદા હોદ્દા ઉપર સફળ રીતે તેઓ કામ કરી ચુક્યા છે. વેંકૈયા નાયડુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ સૌથી વિશ્વાસુ તરીકે રહ્યા હતા. ભાજપના પ્રમુખ તરીકેના ગાળા દરમિયાન વેંકૈયા નાયડુએ એક પછી એક નિર્ણયો કર્યા હતા.
વીઆર કોલેજ નેલ્લુરમાંથી શિક્ષણ મેળવ્યા બાદ આંધ્રપ્રદેશ યુનિવર્સિટીમાંથી લોમાં ડિગ્રી હાંસલ કરી હતી. ટુંકા ગાળા માટે ભાજપના પ્રમુખ તરીકે રહ્યા હતા. વેંકૈયા નાયડુ પીઢ રાજકારણી તરીકે રહ્યા છે. રાજનીતિનો વ્યાપક અનુભવ તેઓ ધરાવે છે. ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે પણ તેઓ ઉલ્લેખનીય સેવા આપી ચુક્યા છે.

Related posts

દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ જૂનમાં દોડશે

aapnugujarat

પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો થવો જોઈએ : આરબીઆઇ ગવર્નર

editor

ભારતીય રેલવેએ રચ્યો ઈતિહાસ

editor

Leave a Comment

UA-96247877-1