Aapnu Gujarat
ગુજરાત

ગરબા સ્થળ પર સુરક્ષા પૂરી પાડતી એજન્સીઓની માંગ વધી

બે વર્ષ પછી કોઈ નિયંત્રણો વગર નવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યું છે, લોકોનો ઉત્સાહ અને નવરાત્રીની તૈયારીઓને જોતા સિક્યોરિટી સર્વિસની માંગમાં ૩૦% વધારો થયો છે. લોકોના ઉત્સાહને જોતા નવરાત્રી યોજાવાની હોય તે સ્થળો પર સુરક્ષા વધુ મજબૂત બનાવવાના પણ આયોજકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ગરબાના સ્થળ પર સુરક્ષા માટે સિક્યોરિટી ગાર્ડ્‌સની સાથે ઝ્રઝ્ર્‌ફ કેમેરા પણ ફરજિયાત કરવામાં આવ્યા છે. હવે જે સિક્યોરિટી એજન્સીને રોકવામાં આવી રહી છે તેમને ઝ્રઝ્ર્‌ફ કેમેરાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. શહેરમાં ચાલતી એક સિક્યોરિટી સર્વિસ એજન્સીના વડા જણાવે છે કે, “અગાઉના બે વર્ષ કમર્શિયલ નવરાત્રીનું આયોજન નહોતું થયું, પરંતુ આ વર્ષે થઈ રહ્યું છે. જેના કારણે સિક્યોરિટી સર્વિસની માંગમાં ઉછાળો આવ્યો છે. અમે પાંચ સ્થળો પર સુરક્ષા આપી રહ્યા છીએ, આમ છતાં હજુ પણ જરુરિયાત માટે ફોન આવી રહ્યા છે.”
અગાઉ ૯ દિવસની સુરક્ષા માટે ૧.૫થી ૨ લાખનો ચાર્જ કરવામાં આવતો હતો તે આ વર્ષે વધીને ૩થી ૪.૫ લાખ થઈ ગયો છે. આ વખતે માંગમાં વધારો થતા ચાર્જમાં વધારો થયો છે. અમદાવાદની એક સિક્યોરિટી એજન્સીના ચીફ ડિરેક્ટર પ્રકાશ પટેલ જણાવે છે કે, “આ વખતે મહિલા સુરક્ષાકર્મીઓની પણ જરુર ઉભી થઈ છે, જેથી ગરબાના સ્થળ પર કોઈ ચૂક ના થાય. મોટા ગરબા આયોજકોના ત્યાં ૧૦,૦૦૦ લોકો આવતા હોય તો તેમની સુરક્ષા માટે ૨૫ સુરક્ષાકર્મીઓની જરુર પડે છે.” જેમાં ૫થી ૮ મહિલાઓનો પણ સમાવેશ થાય છે તેમ તેમણે જણાવ્યું હતું.
ગરબાનું આયોજન કરાયું હોય ત્યાં કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે ઘણું જ મહત્વનું છે. શહેરના ઈવેન્ટ મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝર હાર્દિક ઠક્કર જણાવે છે કે, “મોટા કોમર્શિયલ આયોજનના સ્થળ પર પ્રવેશ માટે પાસ ફરજિયાત હોય છે પરંતુ આ સાથે લોકોની સુરક્ષા જળવાય તે માટે જરુરી પગલા ભરવા પણ મહત્વના છે. સુરક્ષા એક એવો મુદ્દો છે કે તેના બજેટમાં બાંધછોડ કરી શકતી નથી.” તેમણે આગળ જણાવ્યું કે, “ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય તે જગ્યાના માપ પ્રમાણે અમે સુરક્ષા પાછળ નોરતાની એક રાતના ૩૦,૦૦૦થી ૬૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરીએ છીએ.”
બીજી તરફ આ વર્ષે ગરબાની રમઝટ માટેની જે રીતે તૈયારી થઈ રહી છે તેને જોતા ખાનગી જાસૂસની ઈન્કવાયરીની પણ સંખ્યા વધી રહી છે. જેમાં લોકો પોતાના ઘરના સભ્યો ક્યાં જાય છે, કોની સાથે જાય છે અને કોને મળે છે? તે સહિતની બાબતોનું ધ્યાન રાખવા જાસૂસ હાયર કરી રહ્યા છે.

Related posts

પીપરાળાના લોકો દૂષિત પાણી પીવા મજબૂર

aapnugujarat

ધ્રાંગધ્રા શહેરમાં શેરી ફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ મળશે.

editor

આજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી પ્રચારનો અંત આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1