Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાન આતંકવાદને પોષી રહ્યું છે : હામિદ કરઝાઈ

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવતા પાકિસ્તાન પર એક ટ્‌વીટ કરીને આકરા પ્રહારો કર્યા છે. કરઝાઈએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને તેનો ઉપયોગ લોકો વિરુદ્ધ પણ કરી રહ્યું છે. કરઝાઈએ ટ્‌વીટમાં લખ્યું છે કે, ‘પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અફઘાનિસ્તાનમાં હાજર આતંકવાદી સંગઠનોનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે સંપૂર્ણ રીતે દુઃખદ અને ખોટો છે.હામિદે પાકિસ્તાનના આરોપોનું જોરશોરથી ખંડન કર્યું અને કહ્યું, ‘આ મામલામાં તથ્યો તદ્દન વિરુદ્ધ છે. પાકિસ્તાન સરકાર ઘણા દાયકાઓથી આતંકવાદી સંગઠનોને પ્રોત્સાહન આપી રહી છે અને તેનો ઉપયોગ અફઘાનિસ્તાનના લોકો, સંસ્કૃતિ અને વારસા વિરુદ્ધ કરી રહી છે. તેણે ટ્‌વીટમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાન વિરુદ્ધ કટ્ટરતાનો ઉપયોગ કરી રહ્યું છે અને તેના લોકોના જીવનને અસર કરી રહ્યું છે. તેણે લખ્યું, ‘પાકિસ્તાન અફઘાનિસ્તાનના લોકો માટે થઈ રહેલા સારા કામને ઘટાડવા માટે સતત પ્રચાર અને ધર્માંધતાનો ઉપયોગ કરી રહ્યું છે.’ આ પહેલા પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું હતું કે, ‘પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં વધી રહેલા આતંકવાદી સંગઠનોના ખતરાનો મુદ્દો આખી દુનિયાની સામે ઉઠાવવા માંગે છે. આ આતંકવાદી સંગઠનોમાં ખાસ કરીને ઈસ્લામિક સ્ટેટ-ખોરાસન, તહરીક-એ-તાલિબાન, અલ કાયદા, ઈસ્ટ તારકિસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ, ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન વગેરેનો સમાવેશ થાય છે.” કરઝાઈએ ??એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલ નિવેદન બિલકુલ ખોટું છે. જ્યારે અફઘાનિસ્તાન આતંકવાદનો શિકાર બન્યું છે અને તે આતંકવાદી સંગઠનો પાકિસ્તાન સરકારના નિયંત્રણ હેઠળ કામ કરી રહ્યા છે. પાકિસ્તાન દાયકાઓથી અફઘાનિસ્તાન વિરુદ્ધ તેમનો ઉપયોગ કરી રહ્યું છે. તે જ સમયે, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમના દેશ પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ‘અમેરિકા અને પાકિસ્તાન સહિત કેટલાક દેશોએ આતંકવાદ પર ચિંતા વ્યક્ત કરી છે કે અફઘાનિસ્તાનમાં આતંકવાદનો ખતરો હજુ પણ છે.’ મંત્રાલયે નિવેદનમાં વધુમાં કહ્યું, ‘આ આરોપ તદ્દન પાયાવિહોણા અને ખોટા છે.

Related posts

વૈશ્વિક અર્થતંત્રને 1.30 ટ્રિલિયન ડોલરનો ફટકો

aapnugujarat

Would “fight like hell” to hold on to presidency : Donald Trump

editor

सऊदी और UAE को हथियार बेचने को लेकर प्रतिबद्ध : US

aapnugujarat

Leave a Comment

UA-96247877-1