Aapnu Gujarat
ગુજરાત

રાજ્યનો ઈંટ ભઠ્ઠા ઉદ્યોગ કફોડી સ્થિતિમાં

ભારત અને ગુજરાતનો ઇંટ ભઠ્ઠા ઉદ્યોગ કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. તેમના અસ્તિત્વ સામે ખતરો ઊભો થઈ રહ્યો છે. કેન્દ્રીય પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયના તા. ૨૨મી ફેબ્રુઆરી-૨૦૨૨નું નોટીફિકેશન બહાર પાડી કેન્દ્ર સરકારે ઉદ્યોગને હવેથી ઇંટ ઉત્પાદકોએ તેમની ઈંટનું ઉત્પાદનનુંકામ ઝીગઝેગ પધ્ધતિથી ઇંટ પકવવાનું યુનીટ બનાવવાનું રહેશે.એક ઇંટ ઉત્પાદન કરતા યુનિટથી બીજુ ઇંટ ઉત્પાદન કરતુ યુનિટ એક કિ.મી. ની ત્રિજ્યાથી દૂર હોવું જોઇએ. ઇંટ ઉત્પાદન કરતુ યુનિટ રહેઠાણ વિસ્તારથી આઠસો મીટર દૂર હોવું જોઇએ એવા નોટીફીકેશન મુજબના નિયમો પાળવાની ફરજ પાડેલ છે.
ઉપરોક્ત નોટીફીકેશનમાં દર્શાવેલ નિયમોનું પાલન કરવું ઇંટ ઉત્પાદકો માટે શક્ય નથી. જે ઇંટ
ઉતપાદન માટે ઝીગઝેગ પધ્ધતિથી ઇંટ પકવવા માટેનો ભઠ્ઠો બનાવવાનો ખર્ચ આશરે પચાસ થી સિત્તેર લાખ રૂપિયા સુધીનો આવે છે. જે ઇંટ ઉત્પાદકોને પોષાય તેમ નથી. આ સિવાય ઇંટ ઉત્પાદકોને ઇંટ માટી ખલાસ થઇ જાય ત્યારે આ યુનિટ બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડતુ હોય છે. જે સ્થળાંતર કરી નવી જગ્યાએ આટલા જ ખર્ચથી બીજુ યુનિટ ઇંટ પકવવા માટે બનાવવું પડે છે. જે ટુંકા સમયગાળામાં આ યુનિટ ફેરવવું પડવાથી આ ખર્ચ ઇંટ ભઠ્ઠા માલિકોને પોષય તેવી કોઇ શક્યતા નથી. આમ, દેશના ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારમાં વસતા અને કાર્યકુશળતા ન ધરાવતા સમાજના ગરીબ અને નબળા વર્ગના કામદારો, કડિયાઓ અને સુપરવિઝન કરનારાઓ સહિત સીધી અને આડકતરી ચાર કરોડ લોકોને રોજીરોટી આપતો ઇંટ ભઠ્ઠા ઉદ્યોગ ખતમ થઈ જશે તેવી દહેશત અખિલ ભારતીય ઇંટ અને ટાઈલ નિર્માતા મહાસંઘ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશનને કારણે આગામી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી નવી સીઝનમાં ઇંટભઠ્ઠા ચાલકો તેમના એકમો ચાલુ પણ ન કરી શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આ ઓછું હોય તેમ જીએસટીના વધારેલા દરથી પણ ઇંટભઠ્ઠા ઉદ્યોગને મોટો ફટકો પડશે. ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશનના મહામંત્રી મહેન્દ્ર પ્રજાપતિ કહે છે, ગુજરાતમાં ૧૨૦૦ મોટા ચિમની ઇંટભઠ્ઠા છે, જેઓ વરસે ૩૦થી ૪૦ લાખ કે તેનાથી વધુ ઇંટોનું ઉત્પાદન કરે છે. તેની સામે વરસે માત્ર બેથી ત્રણ લાખ ઇંટોનું ઉત્પાદન કરતાં એકમોની સંખ્યા અંદાજે ૨૫૦૦૦ની આસપાસની છે.આ તમામના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. માત્ર ગુજરાતમાં જ નહિ, દેશભરમાંથી ઈંટભઠ્ઠાના માલિકોએ વિરોધ ઊઠાવ્યો છે.
આ સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર પણ લખવામાં આવ્યો છે. તેમના ઉદ્યોગને તૂટી પડતો અટકાવવા ટહેલ નાખી છે. ખેતીના કામ ન હોય ત્યારે ઇંટભઠ્ઠામાં કામ કરીને ગુજરાન ચલાવી લેનારાઓએ પણ રોજી ગુમાવવી પડશે, એમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અખિલ ભારતીય ઇંટ અને ટાઈલ નિર્માતા મહાસંઘના જનરલ સેક્રેટરી ઓમવીર સિંહ ભાટી દ્વારા પહેલી જુલાઈ ૨૦૨૨ના લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

CISF seizes 6 live rounds of .32 calibre bullets from passenger during security check

aapnugujarat

अहमदाबाद में मोदी आज स्वच्छता के उद्देश्य के साथ महासम्मेलन को संबोधित करेंगे

aapnugujarat

કડી ના નાયક ભોજક સમાજ તરફથી 51 હજાર નો ચેક રાહતફંડમાં અર્પણ કરવામાં આવ્યો.

editor

Leave a Comment

UA-96247877-1