Aapnu Gujarat
રમતગમત

રોજર ફેડરરે નિવૃત્તિ જાહેર કરી

સ્વિટઝર્લેન્ડના લિજેન્ડરી ટેનિસ ખેલાડીએ વિશ્વભરના તેના ચાહકોને એક મોટો આંચકો આપતા ગુરૂવારે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ગુરૂવારે જાહેરાત કરી છએ કે તે આગામી સપ્તાહે લંડનમાં રમાનારા લેવર કપ બાદ સ્પર્ધાત્મક ટેનિસને અલવિદા કહી દેશે.
૪૧ વર્ષીય રોજર ફેડરરની ગણના વિશ્વના લિજેન્ડરી ટેનિસ ખેલાડીઓમાં થાય છે. તેણે ૨૦ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. રોજર ફેડરર ગત વર્ષે વિમ્બલડન ટુર્નામેન્ટ બાદ એક પણ મેચ રમ્યો નથી.
ફેડરરે ટિ્‌વટર પર જાહેરાત કરતા કહ્યું હતું કે, તમે લોકો જાણો છો કે, છેલ્લા ત્રણ વર્ષથી હું ઈજા અને સર્જરીનો સામનો કર્યો છું.
મેં કમબેક માટે આકરી મહેનત કરી છે, પરંતુ હું મારા શરીરની ક્ષમતા અને મર્યાદાઓ જાણું છું. તેણે હવે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. હું ૪૧ વર્ષનો છું. છેલ્લા ૨૪ વર્ષમાં હું ૧,૫૦૦થી વધુ મેચ રમી ચૂક્યો છું. મેં જેનું સપનું જોયું હતું તેના કરતા પણ ટેનિસે મને ઘણું બધું આપ્યું છે. હવે મારે સ્વીકારી લેવું જોઈએ કે મારી સ્પર્ધાત્મક કારકિર્દીનો અંત આવી ગયો છે. આગામી સપ્તાહે લંડનમાં રમાનારી લેવર કપ મારી અંતિમ એટીપી ઈવેન્ટ હશે. ભવિષ્યમાં હું ઘણું બધું ટેનિસ રમીશ પરંતુ ગ્રાન્ડ સ્લેમ કે ટૂરમાં નહીં.
તાજેતરના વર્ષોમાં રોજર ફેડરર ઈજાના કારણે ઘણો પરેશાન રહ્યો હતો જેના કારણે તેની રમત પર પણ અસર પડી હતી. છેલ્લા બે વર્ષમાં તેને ત્રણ વખત ઘૂંટણની સર્જરી કરાવવી પડી છે. તેણે છેલ્લે ૨૦૨૧માં વિમ્બલડનમાં પોતાની અંતિમ કોમ્પિટિટિવ મેચ રમી હતી. જેમાં તે ક્વાર્ટર ફાઈનલમાં પોલેન્ડના હબર્ટ હુરકાઝ સામે હારી ગયો હતો.
રોજર ફેડરરે ૨૦૦૩માં વિમ્બલડનમાં પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ તેણે પાછું વળીને જોયું નથી. પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યા બાદ ફેડરરે મેન્સ ટેનિસમાં વર્ષો સુધી દબદબો ભોગવ્યો છે.
રોજર ફેડરરે ૨૦ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. જેમાં રેકોર્ડ આઠ વિમ્બલડ ટાઈટલ સામેલ છે. તેણે ૧૦૩ એટીપી સિંગલ્સ ટાઈટલ જીત્યા છે અને સૌથી વધુ એટીપી સિંગલ્સ ટાઈટલ જીતવાના મામલે તે જિમ્મી કોનર્સ બાદ તે બીજા સ્થાને છે. તે ૩૧૦ સપ્તાહ સુધી વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી રહ્યો હતો જેમાં રેકોર્ડ સળંગ ૨૩૭ સપ્તાહ સામેલ છે. પાંચ વખત તેણે વિશ્વના નંબર વન ખેલાડી તરીકે વર્ષનો અંત કર્યો હતો.

Related posts

ટ્‌વેન્ટી-૨૦ : ટાર્ગેટ ચેઝિંગમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ રેકોર્ડ કર્યો

aapnugujarat

ऑस्ट्रेलियाई टीम पहली पारी में 195 पर ऑलआऊट

editor

સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે આઇપીએલની બાકીની મેચ

editor

Leave a Comment

UA-96247877-1