Aapnu Gujarat
ગુજરાત

રખડતા ઢોર મામલે ૧૦૦ નંબર પર ફરિયાદ કરી શકાશે

ગુજરાતમાં રખડતાં ઢોરનો પ્રશ્ન દિવસે દિવસે વિકટ બનતો જઈ રહ્યો છે. તંત્ર ૧ કે ૨ દિવસ પૂરતી કાર્યવાહી કરી સંતોષ માની રહ્યું છે.
રખડતાં ઢોર મામલે દરેક સુનાવણી દરમિયાન કોર્ટ સરકારની ઝાટકણી કાઢી રહ્યું છે અને કડક કાર્યવાહીના આદેશ આપી રહી છે. છતાં પણ ન રખડતાં ઢોરને ત્રાસ ખતમ થઈ રહ્યો છે. ન તંત્ર આળસ મરડીને ઊભું થઈ રહ્યું છે. અનેક લોકો અડફેટે ચડતા ઘાયલ થઈ રહ્યા છે તો કેટલાક લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે.
રખડતા ઢોર મામલે હાઇકોર્ટમાં આજે થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ઢીલી કામગીરીને લઇ સરકારનો ઉધડો લીધો છે. જમીની સ્તર પર કામગીરી ન થતા હાઇકોર્ટે સરકાર અને તંત્રને કામ ફક્ત કાગળ પૂરતું સીમિત ન રહે તે માટે ટકોર પણ કરી છે. હાઇકોર્ટ સમક્ષ સરકારે જવાબ રજૂ કરતાં કહ્યું છે કે ૧૦૦ નંબર પર રખડતા ઢોર મામલે ફરિયાદ કરી શકાશે. રખડતા ઢોર માટે સીસીટીવી લગાવવામાં આવશે. તો બીજી તરફ હાઈકોર્ટે પણ યોગ્ય કામગીરી ન થઇ તો કલેક્ટર જવાબદાર ઠેરવાશે તેવો નિર્દેશ પણ કર્યો છે.
રાજ્યમાં રખડતા ઢોરથી છેલ્લા એક વર્ષમાં અધધ ૪,૮૬૦ અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો કેટલાય લોકો મોતને ભેટયા હતા. ઓગસ્ટ ૨૦૨૧માં ૩૧૪ અકસ્માત રખડતાં ઢોરને કારણે થયા હતા. જ્યારે સપ્ટેમ્બર ૨૦૨૧માં ૩૭૨, ઓક્ટોબર ૨૦૨૧માં ૪૪૭, નવેમ્બર ૨૦૨૧માં ૪૩૮ ડિસેમ્બર ૨૦૨૧માં ૩૭૫ અકસ્માત થયા હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરી ૨૦૨૨માં ૩૭૫, ફેબ્રુઆરીમાં ૩૫૯ અકસ્માત, માર્ચમાં ૩૯૨ એપ્રિલમાં ૪૬૫ અકસ્માત, મે મહિનામાં ૪૪૪, જૂન મહિનામાં ૪૨૩ જૂલાઇમાં ૪૫૭ લોકો ઢોરની અડફેટે ચડયા હતા.
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા પરેશાન થઇ ઉઠી છે. અવારનવાર રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટના સામે આવે છે. ત્યારે હાઇકોર્ટની ટકોર બાદ અંતે તંત્ર થોડું જાગ્યું તો છે પણ રખડતા ઢોર પર જે કાર્યવાહી કરી પડે તેમાંથી ઊણું ઉતર્યું છે. ઢોરપાર્ટી દ્વારા રખડતા ઢોરને પકડવામાં સ્થાનિક મુશ્કેલીઓ પણ નડી રહી છે.

Related posts

ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ તરફથી રિવરફ્રન્ટ પર ઘણાં રંગારંગ રાજસ્થાની કાર્યક્રમો યોજાયા

aapnugujarat

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારનો અંત

aapnugujarat

રામોલ કેસ : હાર્દિકના જામીન રદ કરવા સરકારની અરજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1