Aapnu Gujarat
Uncategorized

શિવકુમારની સામે તપાસ હવે ઇડી પોતાના હાથમાં લઇ શકે

કોંગ્રેસના સંકટમોચક તરીકે ગણાતા કર્ણાટકના પ્રધાન ડીકે શિવકુમારની રાજકીય મહત્વકાંક્ષાએ તેમની રમત બગાડી દીધી હોવાના હેવાલ મળી રહ્યા છે. ગુજરાતના ૪૪ કોંગ્રસી ધારાસભ્યોને બેંગલોરમાં સુરક્ષિત રાખવાનુ કામ કરીને ડીકે શિવકુમાર કોંગ્રેસ હાઇ કમાન્ડને ખુશ કરવાની યોજના ધરાવતા હતા. જો કે હવે પોતે જ સંકટમાં ફસાઇ ગયા છે. તેઓ પોતે કેન્દ્રની નજરમાં આવી ગયા છે. ખાસ બાબત એ છે ક શિવકુમારે પ્રદેશ કોંગ્રેસના અન્ય નેતાઓની સાથે વાતચીત કર્યા વગર આ જવાબદારી લઇ લીધી હતી. હવે એવા હેવાલ આવી રહ્યા છે કે ડીકેની સામે ચાલી રહેલી તપાસને ઇડી હવે પોતાના હાથમાં લઇ શકે છે. જેના કારણે તેમની તકલીફમાં વધારો થાય તેવી શક્યતા પ્રબળ બની રહી છે. બુધવારની રાત્રે બે વાગ્યા પોલીસની પેટ્રોલિંગ ગાડીએ સદાશિવકનગર (ડીકે શિવકુમાર વિસ્તાર)માંથી પસાર થઇને કેટલાક લોકોને ટ્યુરિસ્ટ ગાડીઓમાં શંકાસ્પદ રીતે ફરતા નિહાળ્યા હતા. થોડાક સમય બાદ ગાડીઓ ત્યાંથી ગાયબ થઇ ગઇ હતી. આશરે ત્રણ કલાક બાદ આ શંકાસ્પદ લોકો પરત ફર્યા હતા. આ વખતે તેમની સાથે સીઆરપીએફના જવાનો પણ હતા. આ ટીમે ડીકે શિવકુમારના આવાસ પર દરોડા પાડ્યા હતા. આ લોકો આઇટી વિભાગના લોકો હતા. જે દરોડા પાડવાના ઇરાદા સાથે અહીં પહોંચ્યા હતા. આ દરોડાના કારણે કર્ણાટકથી લઇને દિલ્હી સુધી ગુંજ જોવા મળી હતી. ગુરૂવારના દિવસ પણ દરોડાનો દોર જોરદારરીતે જારી રહ્યો હતો. સવાલ એ થઇ રહ્યો છે કે આખરે ડીકે શિવકુમારે ગુજરાતના ૪૪ ધારાસભ્યોને સેફ રાખવાનુ કામ પોતાના હાથમાં કેમ લીધુ હતુ. હકીકતમાં શિવકુમાર કર્ણાટકના મુખ્યપ્રધાન બનવાની મહત્વકાંક્ષા ધરાવતા હતા. આ ઇચ્છા તેઓ ક્યારેય પણ છુપાવી શક્યા નથી. તેમને લાગતુ હતુ કે પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનીને તેઓ પોતાના સપનાને સાકાર કરી શકે છે. જો કે એમ કહેવામાં આવે છ ક તેમની સામે ચાલી રહેલા કેટલાક મામલાના કારણે તેમને બે મહિના પહેલા કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષની રેસમાંથી દુર થઇ ગયા હતા. આવી સ્થિતીમાં જ્યારે ગુજરાતના ધારાસભ્યોને સેફ રાખવા માટેનો પડકાર કોંગ્રેસની સામે આવ્યો ત્યારે તેઓએ આ પડકાર સ્વીકારી લીધો હતો. કોંગ્રેસ પાર્ટી કોઇ ગોયલ નામના ઉદ્યોગપતિને આ જવાબદારી સોંપવા માટે ઇચ્છુક હતી ત્યારે શિવકુમારે આગળ ચાલીને આ જવાબદારી લીધી હતી.

Related posts

સોમનાથ તીર્થમાં માસિક શિવરાત્રિ નિમિત્તે જ્યોતપૂજન-મહાપૂજન-મહાઆરતી યોજાયા..

aapnugujarat

ડીસા તાલુકાના સોયલા ગામે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ

editor

ભાવનગરના જુનિયર અમિતાભ કરશે બિગ – બીના જન્મ દિનની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1