Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઓક્ટોબરથી મૃત્યુની નોંધણી માટે આધાર ફરજિયાત રહેશે

આધારના સ્તરને વધારવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે હવે ઓક્ટોબરથી મૃત્યુ અને નોંધણી માટે આધારને ફરજિયાત બનાવી દેવામાં આવશે. કેટલીક સેવાઓ માટે આધારને ફરજિયાત બનાવી દેવામાં આવ્યા બાદ હવે આધાર વગર મૃત્યુની નોંધણી પણ થઇ શકશે નહીં. પહેલી ઓક્ટોબરથી મૃતકની નોંધણી માટે તેની ઓળખ તરીકે આધારની જરૂર પડશે. આજે જારી કરવામાં આવેલા જાહેરનામામાં ગૃહમંત્રાલય તરફથી તેના હેઠળ કામ કરનાર રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાને કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ પ્રમાણપત્ર માટે અરજી કરનાર લોકો માટે આધાર સંખ્યાના ઉપયોગ, સગાસંબંધીઓ અને મૃતકના પરિચિત લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીની ખાતરી કરવામાં આવશે. આ ઓળખ સાથે જોડાયેલી છેતરપિંડીને રોકવા માટે આ એક અસરકારક તરીકો રહેશે. મૃત વ્યક્તિની ઓળખ કરવાના મામલામાં મદદરુપ થશે. આ ઉપરાંત તે મૃત વ્યક્તિની ઓળખ અનેક દસ્તાવેજોની મદદથી સાબિત કરવાનો જરૂરિયાતને પણ પૂર્ણ કરી દેશે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા સંબંધિત વિભાગોને સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધણી વ્યવસ્થા દ્વારા તેને અમલી કરવા માટે તૈયારી કરી લેવા માટે કહેવામાં આવ્યું છે. પહેલી સપ્ટેમ્બર ૨૦૧૭થી પહેલા આને અમલી કરી દેવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે તેમ કહેવું પડશે. જમ્મુ કાશ્મીર, આસામ અને મેઘાલયને બાદ કરતા તમામ રાજ્યોના લોકો માટે આ વ્યવસ્થા પહેલી ઓક્ટોબરથી અમલી થશે. આનો મતલબ એ થયો કે પહેલી ઓક્ટોબરથી મૃત્યુ નોંધણી માટે પણ હવે આધારને ફરજિયાત કરવાની રણનીતિ અપનાવવામાં આવનાર છે. આ હિલચાલ અસરકારક બની શકે છે.

Related posts

રામ ફક્ત હિંદુઓનાં નહીં, પરંતુ સંપૂર્ણ દુનિયાનાં ભગવાન : ફારૂક અબ્દુલ્લા

aapnugujarat

મહિલા પર અત્યાચાર પુરાવા દિગ્વિજયસિંહને અપાશે : પ્રજ્ઞા ઠાકુર

aapnugujarat

મણિપુરમાં બે મહિલાને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવી, ખેતરમાં કરાયો ગેંગરેપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1