Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામ ફક્ત હિંદુઓનાં નહીં, પરંતુ સંપૂર્ણ દુનિયાનાં ભગવાન : ફારૂક અબ્દુલ્લા

દક્ષિણપંથ પર પ્રહાર કરતા નેશનલ કૉન્ફ્રેંસનાં નેતા ફારૂક અબ્દુલ્લાએ બુધવારે પુછ્યું કે શું રામ ફક્ત હિંદુઓનાં ભગવાન છે? અને એ વાત પર ભાર આપ્યો કે બધા ધર્મનાં લોકોને દેશમાં સમ્માન સાથે જીવવાનો અધિકાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અદ્યક્ષ અમિત શાહને આગામી લોકસભા ચૂંટણીમાં હરાવવા જોઇએ, કેમકે લોકતંત્ર અને સંવૈધાનિક મૂલ્યો માટે ખતરો છે.
જમ્મૂ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, “જ્યાં સુધી આપણા દિલ સાફ નહીં થાય ત્યાં સુધી તેમને સરળતાથી હટાવી શકાશે નહીં. જો દેશને બચાવવો છે તો આપણે પહેલા કુરબાની આપવાની જરૂર છે અને આવું દેશ માટે કરો, ના કે ખુરશી માટે.” અબદુલ્લાએ કહ્યું કે, “આજે આપણે ધાર્મિક આધાર પર હિંદુઓ અને મુસલમાનોમાં વહેંચાયેલા છીએ. હું હિંદુઓને પુછવા માંગુ છું કે શું રામ ફક્ત તમારા રામ છે? આ પવિત્ર ગ્રંથોમાં લખવામાં આવ્યું છે કે રામ પુરી દુનિયાનાં ભગવાન છે. તેઓ સૌના ભગવાન છે. આપણે આપણી લડાઈ ભૂલવાની જરૂર છે.”
તેમણે અફસોસ સાથે જણાવ્યું કે મુસ્લિમ સમુદાયનાં લોકોને જણાવવામાં આવે છે કે તેમને શું નથી કરવાનું, અને કહ્યું કે શું આ દેશ તેમના આકાઓનો દેશ છે? તેમણે કહ્યું કે આ દેશમાં બધા ધર્મનાં લોકોને જીવવાનો અધિકાર છે. હિંદુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ આપણે બધા જ ભાઈ-ભાઈ છીએ, અને ભારત દરેક ભારતીય માટે છે.

Related posts

उत्तर भारत में हाड़ कंपाती ठंड

aapnugujarat

‘ધ કપિલ શર્મા’ શોમાંથી સિદ્ધુને કાઢી મૂકાયો

aapnugujarat

દિલ્હીમાં પૌત્રે પોતાની દાદીની હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1