Aapnu Gujarat
બિઝનેસ

શેરબજારના કુલ બજાર મુલ્યમાં અદાણી જૂથનું ૭૯ ટકા યોગદાન

કોરોના મહામારી સમગ્ર વિશ્વ માટે આફત બનીને આવી હતી પરંતુ આ સમયગાળો અમુક ધનકુબેરો માટે આફતમાં પણ અવસર બનીને આવ્યો હતો. તાજેતરમાં જ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિનું બિરૂદ હાંસલ કરનાર ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા બે વર્ષમાં ૩૬૫ ટકાનો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. તેમની કુલ સંપત્તિમાં વધારાનો સૌથી મોટો ફાળો અદાણી સમૂહની લિસ્ટેડ કંપનીઓના શેરમાં આવેલ ઉછાળાને આભારી છે. શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં વધારો ગૌતમ અદાણી માટે સૌથી મોટું વેલ્થ ડ્રાઈવર સાબિત થયું છે. એક અહેવાલ અનુસાર છેલ્લાં બે વર્ષમાં અદાણી ગ્રૂપની કંપનીઓની માર્કેટકેપમાં ૧૧૨ અબજ ડોલરનો ઉમેરો થયો છે.
જોકે રસપ્રદ વાત એ છે કે અદાણી સમૂહની માર્કેટ કેપિટલમાં વધારો જ શેરબજારના વધારાને પચાવે છે. ૨૦૨૨ના વર્ષમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ)ની કુલ માર્કેટ કેપિટલાઈઝનની વૃદ્ધિમાં અદાણી સમૂહનો ફાળો અધધધ… ૭૯% રહ્યો છે એટલે કે શેરબજારના કુલ બજારમૂલ્યમાં આવેલા સરેરાશ ૧૦૦ રૂપિયાના વધારામાં અદાણી ગ્રુપનું યોગદાન ૭૯ રૂપિયા જેટલું રહ્યું છે. રિપોર્ટ અનુસાર ૨૦૨૨માં શેરબજારમાં લિસ્ટેડ ભારતીય કંપનીઓની સંયુક્ત માર્કેટકેપમાં આવેલા વધારામાંથી ૭૯ ટકા માત્ર અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના સહારે આવ્યું છે. બીએસઈ પર તમામ લિસ્ટેડ કંપનીઓના માર્કેટકેપમાં રૂ. ૧૨.૭૪ લાખ કરોડનો વધારો થયો છે, જેની સામે અદાણી ગ્રૂપની સાત લિસ્ટેડ કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ. ૧૦.૦૫ લાખ કરોડનો વધારો થયો છે.
સામે પક્ષે રસપ્રદ વાત એ પણ છે કે ૨૦૨૨માં નિફ્ટી ઇન્ડેક્સ માત્ર ૧ ટકા વધ્યો છે. જોકે અદાણી ગ્રૂપની કંપનીઓએ વર્ષમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૨૭ ટકાની તેજી દર્શાવી છે. જેમાં અદાણી પાવરના શેરમાં સૌથી વધુ ૩૧૩ ટકાનો ઉછાળો નોંધાયો છે.
અદાણી ગ્રૂપની કંપનીએ ૨૦૨૨માં બજાર મૂલ્યમાં ભારતી એરટેલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને બજાજ ફાઈનાન્સ સહિતની અનેક બ્લુ ચિપ કંપનીઓને પાછળ છોડી દીધી છે.
અદાણી ૧૪૨.૭ અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ટોચના ત્રીજા સૌથી ધનકુબેર બન્યાં છે. વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં તેમનું સ્થાન માત્ર બે વર્ષમાં ૪૦માં સ્થાનેથી ઉંચાઇને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, એમ રિપોર્ટમાં ઉમેરાયું છે.
ટોપ ૧૦માં અદાણી એકમાત્ર એવા અબજોપતિ છે જેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની સંપત્તિમાં સતત વધારો દર્શાવ્યો છે જ્યારે એલન મસ્ક, જેફ બેઝોસ અને બિલ ગેટ્‌સ સહિતના દિગ્ગજ ઉદ્યોગપતિઓની સંપત્તિમાં આ જ સમયગાળા દરમિયાન મસમોટો ઘટાડો જોવા મળ્યો છે

Related posts

BSE inks pact with HDFC Bank to give a boost to the Startups platform

aapnugujarat

ટાટા ગ્રૂપની કંપની Tata Tech IPO લાવશે

aapnugujarat

જુની જ્વેલરીના વેચાણ પર કોઇ જીએસટી લાગશે નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1