Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેનેડાએ ઈન્વિટેશન ટુ એપ્લાય અંતર્ગત વધુ લોકોની પસંદગી કરી

કોવિડ રોગચાળો અંકુશમાં આવ્યા પછી કેનેડા વધુને વધુ લોકોને પોતાને ત્યાં કાયમી વસવાટ કરવાની તક આપી રહ્યું છે. કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સમેળવવા માટે એક્સપ્રેસ એન્ટ્રીએ સૌથી સીધો અને સરળ રસ્તો ગણાય છે જેના ડ્રો થઈ ગયા છે. કેનેડાએ આ વખતે ૨૭૫૦ લોકોને ઈન્વિટેશન ટુ એપ્લાય (આઈટીએ) માટે પસંદ કર્યા છે. અગાઉ જેટલા લોકોને આઈટીએ ઇશ્યૂ થતા હતા તેની તુલનામાં આ વખતે ૫૦૦ લોકોની સંખ્યા વધી છે. તેથી કેનેડા પીઆરમાટે વધારે લોકોને તક મળશે.
કોવિડ પછી કેનેડાના ઇમિગ્રેશન વિભાગ આઈઆરસીસીએ પાંચમી વખત એક્સપ્રેસ એન્ટ્રીનો ડ્રો કર્યો છે. સ્કીલ્ડ વર્કર્સ માટે કેનેડામાં ઇમિગ્રેશન માટે એક્સપ્રેસ એન્ટ્રી એ સૌથી ઉપયોગી સાધન છે. આ ડ્રો માટે કોઈ પ્રોગ્રામ નક્કી કરાયો ન હતો. એટલે કે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ (સીઈસી) અને ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામના લોકો પણ તેના માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
તમે કાયમ માટે કેનેડામાં રહેવા માંગતા હોવ અને આ માટે અરજી કરવી હોય તો સૌથી પહેલા તમારે કેનેડા સરકાર પાસેથી આઈટીએમેળવવું પડે અને આઈટીએમેળવવા માટે તમારો સીઆરએસસ્કોર જોવામાં આવે છે. જે લોકોને સીઆરએસસ્કોર વધારે હશે તેમને કેનેડાનું નાગરિકત્વ મળવાની શક્યતા વધી જાય છે. સીઆરએસસ્કોર વધારવા માટેની માહિતી આપતો લેખ અહીં લિંકમાં આપેલો છે. ૬ જુલાઈથી કેનેડામાં ઓલ-પ્રોગ્રામ ડ્રો શરૂ થયો ત્યાર પછી ૫૦૦ વધારે લોકોને ચાન્સ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી આઈટીએમેળવતા ઉમેદવારોની સંખ્યા દર વખતે ૨૫૦ના લેવલમાં વધતા જતા હતા. ઉદાહરણ તરીકે જુલાઈના પ્રથમ ડ્રોમાં ૧૫૦૦ ઉમેદવારોને અને બીજા ડ્રોમાં ૧૭૫૦ ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કેનેડામાં મિનિમમ સીઆરએસસ્કોરની જરૂરિયાત સતત ઘટતી જાય છે. દરેક ડ્રોમાં સીઆરએસસ્કોરમાં આઠથી નવનો ઘટાડો થયો છે.
આઈઆરસીસીએ જાહેરાત કરી છે કે ૨૦૨૩થી કેનેડાના એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં મોટા ફેરફાર કરવામાં આવશે. તેનાથી ચોક્કસ કામનો અનુભવ, શિક્ષણ અથવા ભાષાકીય ક્ષમતા ધરાવતા જૂથને તક મળશે જે કેનેડાના વર્કફોર્સ અને અર્થતંત્રને આગળ વધારી શકે. એટલે કે આગળ જતા સીઆરએસસ્કોરનું એટલું મહત્ત્વ નહીં રહે. તાજેતરમાં કોવિડ રોગચાળો હતો ત્યારે આઈઆરસીસીએ ૧૮ મહિના સુધી ઓલ-પ્રોગ્રામ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોને અટકાવી દીધા હતા. આ ગાળામાં માત્ર સીઈસીઅથવા પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (ઁદ્ગઁ) હેઠળ આવતા ઉમેદવારોને જ અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

Related posts

ઇરાકમાં ISISનો બ્લાસ્ટ : ૩૦ના મોત

editor

म्यांमार में भारी बारिश की वजह से जेड खदान में भूस्खलन, 110 की मौत

editor

WHO ने ‘कोरोना वायरस’ को किया इंटरनैशनल इमर्जेंसी घोषित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1