Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં ૮ વર્ષની હિંદુ બાળકી પર થયો સામૂહિક બળાત્કાર

પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ અપરાધ અટકવાનું નામ નથી લઈ રહ્યા. રવિવારે સિંધ પ્રાંતના ઉમરકોટ વિસ્તારમાં આઠ વર્ષની એક હિન્દુ બાળકી પર ક્રૂરતાપૂર્વક સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની આંખો કાઢી લેવામાં આવી હતી. શંકાસ્પદોએ કથિત રીતે તેનો આખો ચહેરો ઉખાડી નાખ્યો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પાકિસ્તાનમાં એક હિંદુ અધિકાર કાર્યકર્તાએ એક વીડિયો ક્લિપ ટ્‌વીટ કરી. ક્લિપમાં પીડિતાને સ્ટ્રેચર પર જોઈ શકાય છે જ્યાં તેના માતા-પિતા તેને હોસ્પિટલ પરિસરમાં લઈ જઈ રહ્યા હતા. વીડિયોમાં એક મહિલા પીડિતાના પરિવાર સાથે હોસ્પિટલ જતી પણ જોઈ શકાય છે. મહિલાએ મીડિયાને જણાવ્યું કે, લોહી વહેવાનું બંધ નથી થયું, જેના કારણે બાળકીની હાલત ઘણી નાજુક બની ગઈ છે. તેણીએ વધુમાં ઉમેર્યું હતું કે, “પીડિતાને તેના ગુપ્તાંગમાંથી પુષ્કળ પ્રમાણમાં રક્તસ્ત્રાવ થતો હોવાથી, સ્થાનિક ઇમરજન્સી હોસ્પિટલના ડોકટરોએ તેણીને મ્ૈંડ્ઢજી હોસ્પિટલમાં રીફર કરી છે, જ્યાં સ્ત્રીરોગચિકિત્સક તેની સ્થિતિની તપાસ કરશે.” પીડિતાની સાથે રહેલી મહિલાએ મીડિયાને જણાવ્યું કે, પીડિતાને એન્ટિબાયોટિક્સની સખત જરૂર છે. મહિલાએ વધુમાં ઉમેર્યું હતું કે, “બળાત્કારીઓએ તેના આખા ચહેરામાં પણ નખુરિયા માર્યા છે અને તેની આંખો પણ કાપી નાખી છે, તેને માત્ર એક વાર જોઈને કોઈનું પણ હૃદય હચમચી શકે છે.” તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં ગરીબો માટે કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું, ’આ બાળકીની હાલત જોઈ શકો છો, આ પહેલો કિસ્સો નથી, આવી હજારો ઘટનાઓ રોજ બને છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી, પીડિતો ક્યાં જાય? સરકારે જવાબદાર બનવું પડશે. હિંદુ અધિકાર કાર્યકર્તા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી અન્ય વિડિયો ક્લિપમાં પીડિતાની માતાએ ન્યૂઝ મીડિયાને જણાવ્યું હતું કે, “પીડિતા એક સ્થાનિક દુકાનમાં ગઈ હતી પરંતુ પાછી ફરી ન હતી.” વીડિયોમાં મહિલાને તેની સ્થાનિક ભાષામાં વાત કરતી જોઈ શકાય છે. બીજી બાજુ, સ્થાનિક અહેવાલો અનુસાર, “ઉમરકોટ પોલીસે પીડિતા ગુમ થયાના થોડા કલાકો બાદ તેને શોધી કાઢી હતી.” પોલીસ તેને વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. અહેવાલો અનુસાર, આરોપીઓ હાલમાં ફરાર છે, પોલીસ તેમને પકડવાનો પ્રયાસ કરી રહી છે.

Related posts

ઇરમા વાવાઝોડું ફ્લોરિડામાં ત્રાટક્યું : લાખો લોકો અંધારપટમાં

aapnugujarat

સાઉદીએ રાખ્યો પાક સાથેના વિવાદમાં મધ્યસ્થતાનો પ્રસ્તાવ, ભારતે કહ્યું – નો થેંકસ

aapnugujarat

अमेरिकी एयरलाइंस ने दिया आदेश, बोइंग 777 विमानों की होगी जांच

editor

Leave a Comment

UA-96247877-1