Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત સરકાર સામે હવે સરકારી વિભાગોના કર્મચારીઓ આંદોલનના માર્ગે

ગુજરાત સરકાર સામે હવે સરકારી વિભાગોના કર્મચારીઓ આંદોલનના માર્ગે આગળ વધી રહ્યાં છે. ત્યારે આગામી પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી થાય છે પરંતુ સરકારથી નારાજ સમયના પાર્ટ ટાઈમ અધ્યાપકો શિક્ષક દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે.વર્ષોથી કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટેની જાહેરાત થઈ પરંતુ અમલ ના થયો તથા કેટલાક પ્રશ્નો અંગે હજુ કોઈ નિરાકરણ ના આવતા હવે અધ્યાપકોએ કાળા દિવસની ઉજવણી કરવાનો નિણર્ય કર્યો છે. ૩૦ માર્ચ ૨૦૧૭એ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખંડ સમયના પ્રાધ્યાપકોને મેરીટ અને સિન્યોરીટીના આધારે કાયમી પૂર્ણ સમય કરવાની જાહેરાત કરી હતી. વિધાનસભામાં કરેલ જાહેરાતના ૫ વર્ષ બાદ પણ તેનો અમલ થતો નથી.અનેક વખત રજુઆત કરી છતાં રજૂઆતને કોઈ ધ્યાને લેતું નથી. છેલ્લા ૨૪ વર્ષથી નોકરી પછી માત્ર ૬૦૦૦થી ૧૯૫૦૦ રૂપિયાના ફિક્સ પગાર આપીને આર્થિક શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે પાર્ટ ટાઈમ અધ્યાપકો શિક્ષણ દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે. ૫ સપ્ટેમ્બરે અધ્યાપકો કાળા વસ્ત્રો પહેરીને શિક્ષણકાર્ય કરશે. જ્યાં સુધી પાર્ટ ટાઈમના અધ્યાપકોને ૩૦ માર્ચ ૨૦૧૭ના ઠરાવ મુજબ કાયમી કરવામાં નહિ આવે ત્યાં સુધી કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણકાર્ય કરશે. ૫ સપ્ટેમ્બરે અધ્યાપકો ઉપરોક્ત કાર્યક્રમો સિવાય પણ એક કરતાં વધુ આશ્ચર્યજનક રચનાત્મક કાર્યક્રમ આપશે.

Related posts

તેલના ભાવ વધારાથી મધ્યમવર્ગની હાલત કફોડી

aapnugujarat

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો સૂત્રધાર કુરૈશી આખરે ઝડપાયો

aapnugujarat

લોકસભા ચૂંટણી ૨૦૧૯ : ગુજરાત ભાજપે જાહેર કરી નિરીક્ષકોની યાદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1