Aapnu Gujarat
રાષ્ટ્રીય

સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે વિદેશ જશે

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ટૂંક સમયમાં મેડિકલ ચેકઅપ માટે વિદેશ જશે અને પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી તેમની સાથે જશે. કોંગ્રેસના સાંસદ અને મહાસચિવ (સંચાર), જયરામ રમેશે એક નિવેદન જાહેર કરીને આ અંગે માહિતી આપી હતી. જોકે, સોનિયા ગાંધી ક્યારે વિદેશ જશે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી. જયરામ રમેશે વધુમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી ૪ સપ્ટેમ્બરે રામલીલા મેદાન ખાતે કોંગ્રેસ દ્વારા આયોજીત ’મોંઘવારી પર હલ્લા બોલ’ રેલીમાં હાજર રહેશે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મેડિકલ તપાસ માટે વિદેશ જશે. તે પોતાની બીમાર માતાને મળવા માટે જશે અને બાદમાં ઘરે પરત ફરશે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પોતાની માતા સાથે જશે. રાહુલ ગાંધી ૪ સપ્ટેમ્બરે કોંગ્રેસની રેલીને સંબોધિત કરશે. તમને જણવી દઈએ કે, સોનિયા ગાંધી હાલમાં જ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. મેડિકલ તપાસ માટે તેમનો વિદેશ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે કોંગ્રેસ ’ભારત જોડો’ યાત્રા અને પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણીની તૈયારી કરી રહી છે.
હકીકતમાં કોંગ્રેસ ’ભારત જોડો’ યાત્રા ૭ સપ્ટેમ્બરથી શરૂ કરવા જઈ રહી છે. કોંગ્રેસની આ યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થશે. જે ૩૫૦૦ કિ.મી અંતર કાપીને કાશ્મીરમાં સમાપ્ત થશે. કોંગ્રેસનું કહેવું છે કે, આ યાત્રામાં સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સમાન વિચારધારા ધરાવતા લોકો ભાગ લઈ શકે છે.

Related posts

Bihar and 32 districts affected by 43% rain deficit in June

aapnugujarat

વડાપ્રધાન ગાંધીના વિચાર સામે લડી રહ્યા છે : રાહુલ

aapnugujarat

ग्रेड पे सहित कई मुद्दों को लेकर शिक्षक 8 दिसंबर से करेंगे आंदोलन

editor

Leave a Comment

UA-96247877-1