Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેરોસીનનો ભાવ દર પખવાડિયે ૨૫ પૈસા વધશે

સરકાર એલપીજીની જેમ ધીમે ધીમે કેરોસીન પરથી પણ સબસિડી દૂર કરવાની યોજના ધરાવે છે. બજારલક્ષી સુધારાના કારણે પેટ્રોલિયમ સેક્ટરની સ્થિતિ સુધરી છે અને હવે તેમાં મોટાં રોકાણ આવવા લાગ્યાં છે. દાયકાઓ સુધી વધારે પડતાં નિયંત્રણો, વિવાદો અને સબસિડીના કારણે પ્રાઇવેટ કંપનીઓ માટે કામ કરવું મુશ્કેલ હતું.સરકારે સરકારી ઓઇલ કંપનીઓને કેરોસીનના ભાવમાં દર પખવાડિયે ૨૫ પૈસાનો વધારો કરવા કહ્યું છે જેથી માર્ચ ૨૦૧૮ સુધીમાં સંપૂર્ણ સબસિડી દૂર થઈ જાય. ઓઇલ મંત્રાલયે અગાઉ જુલાઈ સુધી જ આટલા પ્રમાણમાં ભાવવધારો કરવા આદેશ આપ્યો હતો. તેના કારણે છેલ્લા એક વર્ષમાં મુંબઈમાં કેરોસીનનો ભાવ ૪૫ ટકા વધીને રૂ.૨૧.૭૪ પ્રતિ લિટર થયો હતો.માર્ચ ૨૦૧૮ સુધીમાં સબસિડી દૂર થવાની શક્યતા ઓછી છે, સિવાય કે ઈંધણના ભાવ ઘટે. હાલમાં કેરોસીનના બજારભાવ અને સબસિડીના ભાવ વચ્ચે સાત રૂપિયા પ્રતિ લિટરનો તફાવત છે. તેથી આ તફાવત દૂર થતાં ૧૪ મહિના લાગશે.
ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઇચ્છે છે કે ગરીબ વર્ગને આંચકો ન લાગે તેથી ઈંધણના બજારભાવમાં ઝડપી વધારો કરવામાં ન આવે. પ્રધાને ગરીબોને ૨.૫ કરોડ રાંધણ ગેસ કનેક્શન આપવાની મોટી યોજના શરૂ કરી છે.રાંધણ ગેસ પરની સબસિડી પણ દર મહિને ચાર રૂપિયા ઘટાડતા જવાની સરકારે જાહેરાત કરી છે. હાલમાં કેન્દ્ર સરકાર માત્ર એલપીજી સિલિન્ડર અને કેરોસીન પર સબસિડી આપે છે. ડીઝલ પરની સબસિડી દૂર થઈ ગઈ છે જેથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એસ્સાર નવા પેટ્રોલ પંપ શરૂ કરવા પ્રેરાયા છે. બ્રિટિશ ઓઇલ કંપની બીપીએ પણ પેટ્રોલ પંપ શરૂ કરવા મંજૂરી માંગી છે. બીપી અને તેની પાર્ટનર રિલાયન્સે ડીપ સી ગેસ ફિલ્ડ વિકસાવવા ૬ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે.

Related posts

કાશ્મીર ખીણ પ્રદેશમાં ફરી હુમલા કરવા ત્રાસવાદી નવીદ સજ્જ

aapnugujarat

દેશમાં ૨૧ ત્રાસવાદી ઘુસ્યાં : આતંકી હુમલાનો ભય

aapnugujarat

શંકરસિંહ વાઘેલા ૨૯મીએ અમદાવાદમાં એનસીપીમાં જોડાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1