Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં ૨૧ ત્રાસવાદી ઘુસ્યાં : આતંકી હુમલાનો ભય

ભારત ઉપર મોટા ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. ૨૦થી ૨૧ જેટલા ત્રાસવાદીઓની એક ટોળકી ભારતમાં ઘુસી ચુકી છે અને ઘાતક હુમલા કરવાની તૈયારીમાં છે. ભારતમાં અગાઉ પણ અનેક ત્રાસવાદી હુમલા કરી ચુકેલા લશ્કરે તોયબાના હથિયારો સાથે સજ્જ ૨૦ થી ૨૧ જેટલા ત્રાસવાદીઓ ભારતમાં ઘુસી ગયા છે અને હુમલા કરવાની તૈયારીમાં છે. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ સંસ્થાઓએ ચેતવણી આપતા કહ્યું છે કે અનેક શહેરોમાં અને રાજ્યોમાં મોટા હુમલા થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ સંદર્ભમાં એન્ટી ટેરર યુનિટોને શહેરમાં ચેતવણી આપવામાં આવી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના આદેશ બાદ ભારતમાં આ ત્રાસવાદીઓ ખતરનાક ઈરાદા સાથે ઘુસી ગયા છે. કેટલાક ત્રાસવાદીઓ મુંબઈ અને દિલ્હી તરફ ગયા છે જ્યારે અન્ય કેટલાક ત્રાસવાદીઓ પંજાબ અને રાજસ્થાન તરફ ગયા હોવાના અહેવાલ મળ્યા છે. તેમની યોજના ભારતમાં મોટા આતંકવાદી હુમલા કરવાની રહેલી છે. વિશ્વસનિય સૂત્રોને ટાંકીને એક અંગ્રેજી અગ્રણી અખબારે અહેવાલમાં જણાવ્યું છે કે ખતરાને ધ્યાનમાં લઈને એજન્સી દ્વારા એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને અન્ય રાજ્યોમાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસના તમામ યુનિટોને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. મેટ્રો સ્ટેશન, રેલવે સ્ટેશન, વિમાની મથક, હોટલો, જાણીતા પ્રવાસી સ્થળો, ભરચક માર્કેટ, ધાર્મિક સ્થળો, સ્ટેડિયમની આસપાસ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી ચુકી છે. વધારાના પોલીસ જવાનો પણ ગોઠવી દેવામાં આવ્યા છે. નિયમિત આધાર પર સઘન સુરક્ષાની સાથે સાથે પેટ્રોલીંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે. અગાઉ મે મહિનાની શરૂઆતમાં અમેરિકાની ઈન્ટેલિજન્સ સંસ્થાઓએ ચેતવણી આપી હતી કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો ભારતમાં મોટાપાયે હુમલા કરવાની તૈયારીમાં છે. કેટલાક આતંકવાદીઓ ઘુસણખોરી પણ કરી ગયા છે. સરહદ ઉપર પાકિસ્તાની સેના દ્વારા હાલમાં જ કરવામાં આવેલા સતત ગોળીબારનો લાભ ઉઠાવીને ઘણા આતંકવાદીઓ ઘુસણખોરી કરી ગયા છે. અમેરિકાના સ્પાય માસ્ટરના ડિરેકટરે કહ્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના ત્રાસવાદી ભારત, અફઘાનિસ્તાનમાં હુમલાને અંજામ આપી શકે છે. પાકિસ્તાને હાલના વર્ષોમાં પરમાણુ શસ્ત્રાગારમાં પણ વધારો કર્યો છે.
બીજી બાજુ હાલના વર્ષોમાં પાકિસ્તાની સેના દ્વારા વારંવાર યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કરાયો છે. બીજી બાજુ ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનના અનેક બંકરો ફુંકી માર્યા છે. ભારતે સર્જિકલ હુમલા કરીને ઉરીમાં આતંકવાદી હુમલાનો બદલો પણ લીધો હતો. જેથી ત્રાસવાદીઓમાં હાલ ભારે ખળભળાટ છે.

Related posts

दिल्‍ली में 4 नवंबर से 15 नवंबर तक ऑड ईवन किया जाएगा लागू : सीएम केजरीवाल

aapnugujarat

આંધ્રપ્રદેશના સમર્થનમાં હવે રાહુલ ગાંધી પણ ઉતરી ગયા

aapnugujarat

બજારમાં નવો પાક ન આવતાં ડુંગળીના ભાવ ૫૦ રૂપિયા કિલોને પાર કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1