Aapnu Gujarat
બિઝનેસ

બજાજ લાવી રહ્યું છે ટાટા નેનો કરતાં પણ સસ્તી કાર

તાજેતરમાં ઓટો મોબાઇલમાં માર્કેટમાં એવા ન્યૂઝ આવ્યા છે કે બજાજ કંપની નેનો કરતાં પણ નાની કાર લઇને આવી રહી છે. ભારતમાં આ કારની કિંમત ૬૦,૦૦૦ રૂપિયા હશે. બજાજની નાની કારની ચર્ચાઓ બજારમા ફેલાઈ ગઈ છે. જોકે બજાજ તરફથી માર્કેટમાં મૂકાનારું એ વાહન કોઈ કાર નથી, પરંતુ આ કોર્મશિયલ ઉપયોગ માટે લેવાનારું એક વાહન છે. કંપની એ હાલમાં આ વાહનને ઇન્ડોનેશિયાના માર્કેટમાં લોન્ચ કર્યું છે. અને આગામી સમયમાં તે ભારતીય બજારમાં તે વાહન ઉતારી શકે છે. ભારતમાં આ કારની કિંમત કેટલી થશે. આ વિશે કંપની તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં નથી આવી. પરંતુ સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે આ કારની કિંમત ૧.૨૦ લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.આ કારની ફીચર્સની વાત કરીએ તો આ કાર માઇલેજના સંદર્ભે ઘણી સારી હશે. આ કાર ૩૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. કારની લંબાઈ ૨.૭૫ મીટર , પહોળાઈ ૧, ૩૧૨ મીલીમિટર, ઉંચાઈ ૧. ૬૫૨ મિલિમીટર અને વ્હિલબેસ ૧, ૯૨૫ છે. આ કારને ૫ સ્પીડ ગિયર બોક્સ સાથે જોડવામાં આવી છે.

Related posts

એપ્રિલમાં ૭૫ લાખ લોકોની નોકરી ગઈ

editor

એક્સીસ બેંકના વડા શિખા શર્માની અવધિમાં હવે કાપ

aapnugujarat

પીએનબી ફ્રોડ : નિરવ કેસમાં ૫૧૦૦ કરોડની સંપત્તિ જપ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1