Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં પત્નીએ પતિનું ઢીમ ઢાળી દીધું

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં સ્થિત જય અદિતિ સોસાયટીમાં વિજયસિંહ યાદવ તેમના પત્ની દીપમાલા અને ૧ દીકરો તથા ૨ દીકરી એમ ૩ બાળકો સાથે રહેતા હતા. વિજયસિંહ યાદવ એએમટીએસ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.૧૫ દિવસથી તેમની નોકરી છૂટી ગઈ હતી. વિજયસિંહ યાદવ ટીવી જોતા હતા ત્યારે ચેનલ બંધ થઈ ગઈ હતી. આ દરમિયાન તેઓ પત્ની અને બાળકો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે જ ચેનલ બંધ કરી છે. આટલું કહીને તેમના ૧૦ વર્ષના દીકરાને માર મારવા લાગ્યા હતાં. પિતા જ્યારે દીકરાને માર મારતાં હતાં ત્યારે દીકરાને છોડાવવા પત્ની વચ્ચે પડી હતી. પત્નીના હાથમાં નજીકમાં પડેલ છરી આવતા પત્નીએ છરી પતિના છાતી પર મારી હતી. છરી વાગતા જ વિજયસિંહ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ વિજયસિંહના ભાઈ પણ ત્યાં આવી ગયા હતા. વિજયસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હત્યા મામલે ગુનો નોંધીને આરોપી પત્ની દીપમાલાની ધરપકડ કરી હતી. ચાંદલોડિયામાં પત્નીના હાથે પતિની થયેલી આ હત્યા મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનનના અત્યાર સુધીની તપાસમાં ઘરની તકરારમાં જ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. છતાં હત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં તે દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યારે હત્યા મામલે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.અમદાવાદમાં પત્નીએ પતિની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા પરિવારમાં પિતાએ ચેનલ બંધ થઈ જતાં દીકરાને માર મારવા માંડ્યો હતો. જેથી દીકરાની માતા દીકરાને છોડાવવા માટે વચ્ચે પડી હતી. આ દરમિયાન માતાના હાથમાં છરી આવી જતાં તેણે પોતાના પતિની છાતીમાં છરી ભોંકી દીધી હતી. આ દરમિયાન તેનો પતિ જમીન પર ઢળી પડ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પત્નીની ધરપકડ કરી છે.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિ – રવિ ૫૦ હજારથી વધુ લોકો આવ્યા

editor

રાજપીપલા જિલ્લા કલેક્ટરાલય ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠક

aapnugujarat

ઈ મેમોથી આવક ઘટતાં અમદાવાદમાં ટ્રાફિક પોલીસ પણ મેમો ફાડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1