Aapnu Gujarat
ગુજરાત

ગોંડલમાં જૂગાર રમતા ૧૭ આરોપીઓને ૪.૧૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

ગોંડલ સીટી પોલીસ મથકના પી. આઇ. એન. આર. સંગાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. આર. ખાચર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેની સાથેના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાઠોડ અને જે.કે.ચૌહાણને મળેલ ચોકકસ બાતમીના આધારે ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ જાડેજાના મકાનમાં બંધબારણે ડબલ ફિલ્ડમાં ચાલતી જુગાર કલબમાં પતાં ટીંચતા હિતેન્દ્રસિંહ જાડેજા, મેહુલ બાવળીયા, પરાગ દુધરેજીયા, હુશેન હાશમ પતાણી, બ્રીજરાજસિંહ ચુડાસમા (ધંધો ટ્રાન્સપોર્ટ) , નિલેશ ગોહિલ, ભગીરથસિંહ જાડેજા, સંજય શેલવાડા, ખુમાનસિંહ જાડેજા ( ધંધો ટ્રાન્સપોર્ટ), મયુરસિંહ જાડેજા જાતે રહે. આંબલીયાળા તા. કોટડા સાંગાણી, રોહિતસિંહ સરવૈયા , જયપાલસિંહ ઝાલા, તુષારસિંહ ચુડાસમા, પુષ્પરાજ વાળા, ભુપેન્દ્રસિંહ ગજુભા ચુડાસમા અને સહદેવસિંહ જાડેજા રહે. તમામ ગોંડલને રોકડ રૂા. ૧.૨૨ લાખ અને મોબાઇલ, વાહનો મળી રૂા. ર.૯પ લાખ મળી કુલ રૂા. ૪.૧૭ લાખના મુદ્દામાલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી. જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્ટેશન હેઠળના પારેવાળા ગામમાં જુગાર રમતા ૮ શખ્સને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રમેશ ખોડાભાઈ પરમાર, રાજેશ પરમાર, અમરશી લખમણભાઈ પરમાર, બચુ પરમાર, મોહન પરમાર,મનસુખ મુળાભાઈ પરમાર, મહીપતભાઈ પાચાભાઈ વાઘાણી અને દિલીપ હરસુરભાઈ વાવડીયાને રોકડ રૂ.૧૫,૦૮૦ ની રોકડ સાથે ઝડપી લઈ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. .ગોંડલ નેશનલ હાઇવે પર આવેલી સોમનાથ સોસાયટીમાં બંધબારણે ચાલતી જુગાર કલબમાં ગોંડલ પોલીસે દરોડો પાડી ત્રણ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સહિત ૧૭ શખ્સને રોકડ, મોબાઇલ અને વાહનો મળી રૂા. ૪.૧૭ લાખના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

કડીના લ્હોરમાં ૭૦ વર્ષ બાદ સામાજિક ભાઇચારો : આભડછેટનું બેસણું રખાયું

aapnugujarat

आपत्ति को सेवा के अवसर में बदलने का महायज्ञः चुड़ासमा

aapnugujarat

અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1