Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદના પેટ્રોલ પંપો પર ઈંધણની અછત

આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વધતા ભાવોને કારણે અમદાવાદના ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલના પુરવઠાની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે શહેરીજનોને મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પેટ્રોલ પંપ ડીલરોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા બે-ત્રણ દિવસથી સામાન્ય સપ્લાયના માત્ર ૫૦% જ મેળવી રહ્યા છે. તેમણે કહ્યુ કે પેટ્રોલ સ્ટેશનો ઓછા પુરવઠાને કારણે અડધા દિવસના વેચાણનુ ભાગ્યે જ સંચાલન કરી રહ્યા છે તેમજ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને પૂરતો પુરવઠો જાળવવા વિનંતી કરી છે. પેટ્રોલ પંપના માલિકોના જણાવ્યા મુજબ તેમને ભાગ્યે જ ૫૦% દૈનિક પુરવઠો મળી રહ્યો છે. તેમનુ કહેવુ છે કે તેમનો દૈનિક પેટ્રોલનો વપરાશ આશરે ૩૦,૦૦૦ લિટર છે પરંતુ તેમને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પાસેથી આજની તારીખે માત્ર ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ લિટર જ મળ્યુ છે. તેમને કહેવામાં આવ્યુ છે કે અનિયમિત સપ્લાયનુ કારણ કંપનીઓ દ્વારા મોંઘવારીનો સામનો છે. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં થયેલા વધારાને કારણે ભાવ વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ બંને માટે આ તફાવત રૂ. ૧૮-૨૦ પ્રતિ લિટર હોવાનું કહેવાય છે. સરકારે ઈંધણના ભાવમાં ઘટાડો કર્યો હોવાથી પુરવઠા પર અંકુશ મૂકવામાં આવ્યો છે એમ સૂત્રોએ જણાવ્યુ હતુ. એચપીસીએલ અને બીપીસીએલ પેટ્રોલ પંપ અછતનો સામનો કરી રહ્યા હતા ત્યારે શહેરમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ) ડીલર પંપોને પુરવઠાની કોઈ સમસ્યાની જાણ ન હતી. એક ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ પંપ ડીલરે નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે, ’અમદાવાદ જેવા શહેરોમાં આવતા ’ક્લાસ એ’ પેટ્રોલ પંપ હજુ સુધી અસરગ્રસ્ત નથી. જો કે, નાના શહેરોમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના ’ક્લાસ બી’ અને ’ક્લાસ સી’ ડીલર પંપોએ પુરવઠાની અછત અનુભવવાનું શરૂ કર્યું છે.’ તેમણે કહ્યુ કે રાજ્યભરમાં તેમના ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ડીલરો પુરવઠાના સંદર્ભમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની સરખામણીમાં સારી સ્થિતિમાં છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પુરવઠાની તંગી હોવાની વાત સ્વીકારી છે. તેમણે જણાવ્યુ હતુ કે, ’શહેરના ઘણા પેટ્રોલ પંપ ડીઝલની અછતનો સામનો કરી રહ્યા છે. આમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ બંને પંપનો સમાવેશ થાય છે. શહેરમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ પંપ હાલમાં કોઈ અછતનો સામનો કરી રહ્યા નથી.’ સૂત્રોના જણાવ્યા મુજબ એસોસિએશન તેના આગામી પગલાં પર વિચાર કરી રહ્યુ છે કારણ કે પેટ્રોલ અને ડીઝલના પુરવઠાની તંગી તેમના વ્યવસાયને અસર કરી શકે છે અને લોકો તેમના પંપ પરની સેવાઓમાં વિશ્વાસ ગુમાવી શકે છે. તેઓ આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માંગે છે.

Related posts

સુરતમાં હોસ્પિટલમાં દાખલ કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો

editor

પંચમહાલની પ્રાથમિક શાળાઓમાં 6 થી 8 વર્ગોના શિક્ષણકાર્યનો 11 માસ બાદ પ્રારંભ

editor

મોદી સરકાર દ્વારા ૯ થી ૧૧ જૂન યોજાશે મોદી ફેસ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1