Aapnu Gujarat
રાષ્ટ્રીય

સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાગુ કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. જેના દ્વારા સેનામાં સામેલ થઈ રહેલા જવાનોની સરેરાશ ઉંમર ઓછી કરવાનો પ્રયત્ન રહેશે અને રક્ષાદળોના ખર્ચામાં પણ ભારે કમી લાવી શકાશે. આ યોજના હેઠળ ચાર વર્ષ માટે યુવાઓ (અગ્નિવીર)ને સેનામાં ભરતી કરાશે અને ચાર વર્ષ બાદ મોટાભાગના જવાનોને સેવામુક્ત કરાશે. તેમને અન્ય જગ્યાએ નોકરી અપાવવા માટે પણ સેના એક સક્રિય ભૂમિકા ભજવશે. એવો તર્ક અપાઈ રહ્યો છે કે સેનામાં જો કોઈ ચાર વર્ષ કામ કરશે તો તેમની પ્રોફાઈલ મજબૂત બનશે અને દરેક કંપની આવા યુવાઓને હાયર કરવામાં રસ દાખવશે. આ ઉપરાંત સેનામાં ૨૫ ટકા જવાન રહી શકશે જે નિપુર્ણ અને સક્ષમ હશે. જો કે આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તે સમયે સેનામાં ભરતી નીકળી હોય. આ પ્રોજેક્ટથી સેનાના કરોડો રૂપિયા પણ બચી શકે છે. એક બાજુ પેન્શન ઓછાલોકોને આપવું પડશે તો બીજી બાજુ વેતનમાં પણ ભારે બચત થઈ શકશે. દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સેનાના ત્રણેય પાંખના વડાઓ સાથે પત્રકાર પરિષદ યોજી. આ દરમિયાન તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અગ્નિપથ યોજના લાવશે. રાજનાથ સિંહે જણાવ્યું કે અગ્નિપથ ભરતી યોજના હેઠળ સેનામાં ચાર વર્ષ માટે યુવાઓની ભરતી કરાશે. આ સાથે જ તેમને નોકરી છોડતી વખતે સેવા નિધિ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં સામેલ થનારા યુવાઓને અગ્નિવીર કહેવામાં આવશે. આ યોજના હેઠળ સામેલ થનારા યુવાઓને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરાશે. આ દરમિયાન અગ્નિવીરોને આકર્ષક પગાર મળશે. સેનાની ચાર વર્ષની નોકરી બાદ યુવાઓને ભવિષ્ય માટે વધુ તકો પણ પ્રદાન કરાશે. ત્રણેય સેના પ્રમુખોએ હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ યોજના અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ યોજના હેઠળ સેનામાં યુવાઓ ઓછા સમય માટે ભરતી થઈ શકશે. આ યોજનાને અગ્નિપથ યોજના નામ અપાયું છે. જે હેઠળ યુવાઓ ચાર વર્ષ માટે સેનામાં સામેલ થઈને દેશની સેવા કરી શકશે.

Related posts

હિંદુઓને મુસ્લિમ બનાવીશું : ઔવેસી

aapnugujarat

कर्नाटक में जिलेटिन स्टिक धमाके से छह लोगों की मौत

editor

પ્રશાંત કિશોર નીતિશ કુમારને મળ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1