Aapnu Gujarat
બિઝનેસ

એટીએમમાંથી કેશ ઉપાડવા માટે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લાગૂ કર્યો એક નવો નિયમ

પીએમ મોદીએ ડિજિટલ ટ્રાંજેક્શનની શરૂઆત કરાવ્યા બાદ મોટા ભાગના લોકો ઓનલાઈન વ્યવહારો કરે છે. જેણા કારણે એટીએમમાંથી કેશ કાઢનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પરંતુ જાે તમે એટીએમમાંથી પૈસા કાઢતા હોય તો આ અહેવાલ તમારા કામનો બની રહેવાનો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકો અને એટીએમ ઓપરેટરોને એટીએમમાંથી કાર્ડલેસ ઉપાડનો આદેશ આપ્યો છે. આરબીઆઈના આ નિયમ લાગૂ થયા બાદ એટીએમથી કેશ કાઢવાની રીત એકદમ બદલાઈ જશે. તેનો ફાયદો એ થશે કે કાર્ડની ક્લોનિંગ, કાર્ડ સ્કિમિંગ અને બીજી બેંક ફ્રોડ ઓછા થઈ જશે. કાર્ડલેસ ટ્રાંજેક્શનમાં કેશ કાઢવા માટે તમારે ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જરૂરિયાત રહેશે નહીં. તેમાં તમે યૂપીઆઈ પેમેન્ટ એપ જેવી પેટીએમ, ગૂગલ પે, એમેઝોન પે અથવા તો ફોન પે જેવી એપ મારફતે જ એટીએમમાંથી પૈસા કાઢી શકશો. આરબીઆઈના નિર્દેશ બાદ હવે તમામ બેંક અને એટીએમ ઓપરેટરને કાર્ડલેસ કેશ ઉપાડની રાહ જાેવી પડશે. રિઝર્વ બેંક તરફથી લાગૂ કરાયેલા નિયમ હેઠળ કોઈ પણ બેંક કોઈ પણ બેંકના ખાતાધારકને આ સુવિધા આપી શકે છે. તેના માટે દ્ગઁઝ્રૈં ને ેંઁૈં ઈન્ટિગ્રેશનનો નિર્દેશ આવ્યો છે. છ્‌સ્ કાર્ડ પર તાજેતરમાં જે ચાર્જ લાગે છે, ફેરફાર પછી પણ તેના તે જ ચાર્જ રહેશે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. તેના સિવાય કેશલેશ ટ્રાંજેક્શનથી રકમ ઉપાડનાર માટે લિમિટ પણ પહેલાની જેમ જ યથાવત રહેશે. કાર્ડલેસ ટ્રાંજેક્શનની સુવિધા અત્યારે અમુક જ બેંકોના એટીએમ પર મળી રહી છે. નવી સિસ્ટમ હેઠળ ગ્રાહકોને એટીએમમાં ડેબિટ કાર્ડની જરૂરિયાત રહેશે નહીં. તેના માટે ગ્રાહકોને એટીએમ પર ક્યૂઆર કોડ સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદ ૬ ડિજિટનો યૂપીઆઈ એન્ટર કરવાનો રહેશે અને પછી પૈસા ઉપાડી શકશો. કેશલેશ કેશ વિડ્રોલ સિસ્ટમને લાગૂ કરવા પાછળ આરબીઆઈનો હેતુ સતત વધી રહેલી ફ્રોડની ઘટનાઓને રોકવાનો છે. તેનાથી કાર્ડની ક્લોનિંગ, કાર્ડ સ્કિમિંગ અને બીજી બેંક ફ્રોડ ઓછા થવાની આશા સેવવામાં આવી રહી છે. સાથે તમારે પૈસા કાઢવા માટે કાર્ડની જરૂરિયાત પણ રહેશે નહીં.

Related posts

વિયેતનામનું ભારતને સાઉથ ચાઇના સીમાં રોકાણ માટે આમંત્રણ : ચીને વાંધો ઉઠાવ્યો

aapnugujarat

આઈપીએલ ૨૦૨૦માં વોડાફોન-આઈડિયા કરશે સ્પોન્સરશિપ

editor

એસબીઆઇ ગ્રાહકો મોબાઇલ નંબર બેંકમાં રજીસ્ટર કરાવી લે નહી તો ૧ ડિસેમ્બરથી બંધ થઇ જશે એકાઉન્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1