Aapnu Gujarat
બિઝનેસ

GST કાઉન્સિલની ભલામણો માનવા કેન્દ્ર અને રાજ્ય સરકારો બંધાયેલી નથી : SC

કેન્દ્ર અને રાજ્ય સરકારો કાઉન્સિલની ભલામણો સ્વીકારવા બંધાયેલી નથી રાજ્યોને જીએસટી પર કાયદા બનાવવાનો સમાન અધિકાર જીએસટી કાઉન્સિલની ભલામણો પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો જીએસટી કાઉન્સિલની ભલામણોને સ્વીકારવા માટે બંધાયેલા નથી. કેન્દ્ર સરકાર અને રાજ્યોને જીએસટી પર કાયદા બનાવવાનો સમાન અધિકાર છે. જીએસટી કાઉન્સિલે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સુમેળભર્યા અંદાજમાં કામ કરવું જાેઈએ
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, જીએસટી કાઉન્સિલે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કામ કરી શકાય તેવો ઉકેલ લાવવા માટે સુમેળભર્યા અંદાજમાં કામ કરવું જાેઈએ. જીએસટી કાઉન્સિલની ભલામણો સહયોગી ચર્ચાઓનું પરિણામ છે. તે જરૂરી નથી કે ફેડરલ એકમોમાંથી કોઈ એકનો હંમેશાં વધુ હિસ્સો હોય.જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો જીએસટી કાઉન્સિલની ભલામણોને સ્વીકારવા માટે બંધાયેલા નથી. તે માત્ર પ્રોત્સાહક કે પ્રેરણાદાયી છે. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓમાં ફરક હોય તો તેના ઉકેલની જાેગવાઈ કરવા માટે જીએસટીમાં કોઈ જાેગવાઈ નથી. જાે આવી સ્થિતિ સર્જાય તો જીએસટી કાઉન્સિલ તેમને યોગ્ય સલાહ આપે છે.
ગુજરાત હાઈકોર્ટે ૨૦૨૦ માં રિવર્સ ચાર્જ હેઠળ દરિયાઇ માલના આયાતકારો પર આઇજીએસટી લાદવાના ર્નિણયને રદ કર્યો હતો. સરકારે ૫ ટકા આઇજીએસટી લાદવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પણ હવે ગુજરાત હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો છે.
એક મોટી ર્નિણય લેતી સંસ્થા છે જે જીએસટી કાયદા હેઠળ થનારી કામગીરીને લગતા તમામ જરૂરી ર્નિણયો લે છે. જીએસટી કાઉન્સિલની જવાબદારી છે કે તે દેશભરમાં માલ અને સેવાઓ માટે એક જ ટેક્સ નક્કી કરે. જીએસટી કાઉન્સિલની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાં પ્રધાન કરે છે અને રાજ્યના નાણાં પ્રધાનો જીએસટી કાઉન્સિલના સભ્યો છે. ૧ જુલાઈ ૨૦૨૨ના રોજ જીએસટી લાગુ થયાને પાંચ વર્ષ થઈ જશે. જીએસટી કાયદો ૧ જુલાઈ, ૨૦૧૭થી દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, વેટ અને સેલ્સ ટેક્સને જાેડીને ટેક્સ જીએસટી બનાવવામાં આવ્યો હતો.

Related posts

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો

aapnugujarat

સેંસેક્સ ૧૯૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

aapnugujarat

बाजार में भारी उतारचढ़ाव, सेंसेक्स और निफ्टी में गिरावट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1