Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કશ્મીરમુદ્દે સહયોગ માટે પાકિસ્તાન ચીનનું ઋણી છેઃ પાક.સૈન્ય વડા કમર બાજવા

પાકિસ્તાની આર્મીના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે, કશ્મીર સમસ્યા મુદ્દે સહયોગ, પરમાણુ આપૂર્તિકર્તા સમૂહ અને શાંઘાઈ સહયોગ સંગઠનના વિસ્તારને લઈને ચીન તરફથી પાકિસ્તાનને મળી રહેલા સતત સમર્થન માટે પાકિસ્તાન તેના કાયમી મિત્ર ચીનનું ઋણી છે. પાકિસ્તાનમાં ચીનની એમ્બસી દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા પાકિસ્તાની આર્મીના ચીફ કમર બાજવાએ ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, ચીન અને પાકિસ્તાનને એશિયાની મોટી તાકાત ગણાવતા કહ્યું કે, દ્વિપક્ષીય સંબંધોને કારણે ચીન અને પાકિસ્તાન બંને દેશને લાભ થયો છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના ૯૦મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજર રહેલા કમર બાજવાએ કહ્યું કે, ચીન અને પાકિસ્તાનના સંબંધો પરસ્પર વિશ્વાસ, સન્માન અને દ્વિપક્ષીય સહયોગ ઉપર આધારિત છે. વધુમાં બાજવાએ કહ્યું કે, ચીન અને પાકિસ્તાનની મિત્રતા દિવસે દિવસે વધુ ગાઢ બની રહી છે.
પોતાના ભાષણના અંતમાં પાકિસ્તાની જનરલ કમર બાજવાએ વધુ એકવાર પોતાની વાતનું પુનરાવર્તન કરતા જણાવ્યું કે, કશ્મીર સમસ્યા મુદ્દે સહયોગ, પરમાણુ આપૂર્તિકર્તા સમૂહ અને શાંઘાઈ સહયોગ સંગઠનના વિસ્તારને લઈને ચીન તરફથી પાકિસ્તાનને મળી રહેલા સતત સમર્થન અને સહયોગ માટે પાકિસ્તાન તેના કાયમી મિત્ર ચીનનું ઋણી છે.

Related posts

ઇવાન્કા ટ્રમ્પ ભારત ખાતે વૈશ્વિક ઉદ્યમિતા શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે

aapnugujarat

યુએનના વડાએ ઈઝરાયલ અને યુએઈ વચ્ચેના કરારને આવકાર્યો

editor

खशोगी हत्या मामला : पांच दोषियों को अदालत ने सुनाई मौत की सजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1