Aapnu Gujarat
ગુજરાત

વેરાવળમાં કારચાલકે રીક્ષાને ટક્કર મારતાં એકનું મોત

વેરાવળ-કોડીનાર નેશનલ હાઈવે રોડ ઉપર અમરાપુર ફાટક પાસે વેરાવળ તરફથી પુરપાટ ઝડપે કોડીનાર તરફ જઈ રહેલ ક્રેટા કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર ઠેકી સામે રોંગ સાઈડમાં વેરાવળ તરફ જઇ રહેલ પિયાગો રીક્ષા નં. જી.જે. ૨૦ ડબલ્યુ. ૩૪૪૭ને ધડાકાભેર અડફેટે લેતા રીક્ષા ગોથા મારી ગઈ હતી. જેથી રીક્ષામાં બેસેલ વેરાવળ પાલિકાના નગરસેવિકા કમળાબેન ફોફંડીની પુત્રી રોશનીબેન ફોફંડી ઉ.વ.૨૨ નું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા ગમગીની પ્રસરી ગઈ હતી. જ્યારે તેણીના પરિવારના શ્રધ્ધાબેન ફોફંડી ઉ.વ.૧૭, પાનીબેન ફોફંડી ઉ.વ.૩૦, મનીષાબેન ફોફંડી ઉ.વ.૨૦, કીષ્નાબેન ફોફંડી ઉ.વ.૧૬ સહિત સાતેક વ્યક્તિઓને ઇજાઓ સાથે વેરાવળની આદિત્ય બીરલા હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ હતા. જે પૈકીના રીક્ષાના ચાલકને જૂનાગઢ અને બીજા અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવેલ છે. અકસ્માત સર્જનાર ક્રેટા કારનો ચાલક નશો કરેલી હાલતમાં હોવાથી તેની સામે પ્રોહિબીશન અને અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર શખ્સ સારા ગામનો હોવાનું અને તેની સામે અગાઉ પ્રોહિબીશનના ગુના નોંધાયેલા છે. જેથી તે વેરાવળ શું કરવા આવ્યો હતો ? નશો ક્યાં અને કોની સાથે કર્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત સ્થળ નજીક એક સ્થળે લાગેલ સીસીટીવીમાં સમગ્ર અકસ્માતની ઘટના કેદ થઈ ગયેલ જે સામે આવ્યા છે. જેમાં જાેવા મળતા મુજબ પુરપાટ આવતી ક્રેટા કારના ચાલકએ કાબુ ગુમાવી ડિવાઈડર ઠેકાડી સામેથી આવી રહેલ પ્યાગો રીક્ષાને ધડાકાભેર અડફેટે લેતા રીક્ષા ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતના પગલે આસપાસની હોટલોમાંથી રાહદારી લોકોએ દોડી જઈ ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં મદદ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં અકાળે જીવ ગુમાવનાર નગરસેવિકાની વ્હાલસોયી દીકરીના ભાઈના લગ્ન હોવાથી દીકરી સહિતનો પરિવાર હરખભેર લગ્ન સમારોહની કંકોત્રી આપવા સંબંધીઓને ત્યા નજીકના પ્રાચી ગામ ગયો હતો. જ્યાંથી પરત રીક્ષામાં ફરતી વેળાએ ક્રેટા કારએ સર્જેલ અકસ્માતમાં ખુશખુશાલ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તો અકસ્માતના પગલે ખારવા સમાજમાં પણ ગમગીની પ્રસરી ગઈ હતી.વેરાવળ-કોડીનાર હાઈવે પર એક ક્રેટા કારના ચાલકે નશો કરી અકસ્માત સર્જતા રિક્ષામાં સવાર નગરસેવિકાના પુત્રીનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર કારની સ્પીડ એટલી હતી કે ડીવાઈડર કૂદી કાર બીજી તરફ આવી ગઈ હતી અને રિક્ષાને અડફેટે લીધી હતી.
મૃતક યુવતીના ભાઈના લગ્ન આવી રહ્યા હોય યુવતી પરિવારજનો સાથે કંકોત્રી આપી પરત આવી રહી હતી. અકસ્માતના પગલે પરિવારમાં ખુશીના માહોલમાં માતમ છવાયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

Related posts

ગુજરાતમાં ૩ દિવસ ભારે વરસાદની આગાહી

editor

હિરપરી જુથ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ૧૦૦ જેટલી રાશન કિટોનું વિતરણ.

editor

આમ આદમી પાર્ટીમાં અલ્પેશ કથીરિયા બનશે નવા પ્રદેશ પ્રમુખ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1