Aapnu Gujarat
ગુજરાત

હાર્દિકે ટ્‌વીટર પ્રોફાઈલ પરથી કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસ હટાવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી ચૂકેલા હાર્દિક પટેલે આખરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. આ મામલે કોંગ્રેસ કે પછી હાર્દિકે કોઈ સત્તાવાર જાહેરાત તો નથી કરી, પરંતુ હાર્દિકે પોતાની ટ્‌વીટર પ્રોફાઈલ પરથી ‘કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસ’ હટાવી દીધું છે. તેના બદલે તેણે પોતાના ઈન્ટ્રોમાં પોતાને દેશભક્ત, સામાજિક અને રાજકીય એક્ટિવિસ્ટ લખ્યું છે. હાર્દિકના ફેસબુક પેજ પર હજુય તે કોંગ્રેસ સાથે જાેડાયેલો છે તેવું લખેલું જાેવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ ભાજપમાં જાેડાવાનો છે તેવી અટકળો છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહી છે. ખુદ હાર્દિકે પણ તેના વિશે આડકતરા અણસાર આપ્યા છે, અને ભાજપની નેતાગીરીના વખાણ પણ કર્યા છે.૧૨ માર્ચ ૨૦૧૯માં સત્તાવાર રીતે કોંગ્રેસમાં જાેડાણ કર્યું હતું. જાેકે, તે પહેલા ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં તેણે ભાજપ વિરુદ્ધ મોટાપાયે પ્રચાર પણ કર્યો હતો. હાર્દિકે ગયા સપ્તાહમાં પોતાના પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે વીરમગામમાં મોટો કાર્યક્રમ રાખ્યો હતો. એવું કહેવાય છે કે, આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ બંનેમાંથી એકેય નેતા ત્યાં નહોતા ગયા. બીજી તરફ, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના મોટાભાગના સિનિયર નેતાઓ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ હાર્દિકની નારાજગીના અહેવાલોને તેમણે ફગાવી દીધા હતા.ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ખુદ હાર્દિક પટેલ પણ ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી ચૂક્યો છે. વળી, પાટીદાર આંદોલન વખતે વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં તેને નીચલી કોર્ટે જે સજા આપી છે તેના પર પણ સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દેતા હાર્દિક માટે ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હાર્દિકે કોંગ્રેસ માટે મોટાપાયે પ્રચાર કર્યો હતો, પક્ષના સ્ટાર પ્રચારકોમાં તેનો સમાવેશ કરાયો હતો પરંતુ હવે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે હાર્દિક કોંગ્રેસથી નારાજ છે. થોડા સમય પહેલા એવા અહેવાલો પણ આવ્યા હતા કે તેને મનાવવા પ્રિયંકા ગાંધી ગુજરાત આવી શકે છે. જાેકે, ત્યારબાદ હાર્દિકે વારંવાર પોતે કોંગ્રેસમાં જ છે તેવી ચોખવટ કરી હતી. ગયા સપ્તાહે જ તાપી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આયોજીત યુવા સ્વાભિમાન સંમેલનમાં હાર્દિકે ભાગ લીધો હતો, જાેકે તેણે મંચ પર પણ પાર્ટીનો ખેસ ધારણ કરવાનું ટાળ્યું હતું.

Related posts

अहमदाबाद हेरिटेज : दो गैर गुजराती की मेहनत रंग लाई

aapnugujarat

हार्दिक मुश्किल में : युवा पाटीदार ब्रिगेड भी खिलाफ

aapnugujarat

गुजरात में अगले २४ घंटे में भारी बारिश की चेतावनी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1