Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના વેક્સિન માટે કોઈને પણ ફરજ ના પાડી શકાય : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીતિ નિર્માણ પર કઈ પણ કહેવું યોગ્ય નથી પરંતુ કોઈને પણ રસી માટે મજબૂર કરી શકાય નહીં. સરકાર જનહિતમાં લોકોને જાગૃત ચોક્કસપણે કરી શકે. કોર્ટે એમ પણ કહ્યું કે સરકાર નીતિ બનાવી શકે છે અને જનતાની ભલાઈ માટે કેટલીક શરતો પણ લાગૂ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સરકાર જનહિતમાં લોકોને જાગૃત કરી શકે, બીમારીની રોકથામ માટે પ્રતિબંધો લગાવી શકે પરંતુ રસી માટે કે કોઈ ખાસ દવા માટે મજબૂર કરી શકે નહીં. કેટલીક રાજ્ય સરકારોએ મહામારી દરમિયાન રસીકરણની જરૂરિયાત અંગે જે પ્રતિબંધો લાગૂ કર્યા હતા તેને હટાવવા જાેઈએ. કોર્ટે પોતાના ર્નિણયમાં કેન્દ્ર સરકારને જનતા અને ડોક્ટરો સાથે વાત ક રીને એક રિપોર્ટ પ્રકાશિત કરવા કહ્યું છે. જેમાં રસીની અસર અને આડઅસરનું શોધ સર્વેક્ષણ હોય. કેન્દ્ર સરકારની કોવિડ રસીકરણની નીતિને યોગ્ય ઠેરવતા સ્પષ્ટ કર્યું કે તે વૈજ્ઞાનિક પુરાવાઓ પર આધારિ છે પરંતુ રસી લગાવવી કે ન લગાવવી તે દરેક નાગરિકનો અંગત ર્નિણય છે. કોઈને પણ રસી માટે મજબૂર કરી શકાય નહીં. રસી નીતિ પર રાજ્યસરકારોને સૂચન આપતા કહ્યું કે રસીની જરૂરિયાતના માધ્યમથી વ્યક્તિઓ પર લગાવેલા પ્રતિબંધોને યોગ્ય ઠેરવી શકાય નહીં. હવે જ્યારે સંક્રમણનો ફેલાવો અને તેની તીવ્રતાની સાથે સંક્રમિત લોકોની સંખ્યા ઓછી છે તો જાહેર સ્થળોએ અવર જવર પર કોઈ પ્રતિબંધ હોવો જાેઈએ નહીં. કોરોના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે ખુબ જ મહત્વનો ર્નિણય જણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોનાની રસી માટે કોઈને પણ મજબૂર કરી શકાય નહીં. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટમાં કોરોના રસીકરણની જરૂરિયાતને ગેરબંધારણીય જાહેર કરનારી અરજી પર સુનાવણી ચાલુ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી આવી છે.

Related posts

બરેલીમાં ૧૧ બાળકોની માતાને પતિએ ટ્રિપલ તલાક આપ્યા

aapnugujarat

All India Congress Committee dissolves UP district all committees

aapnugujarat

દરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે : કમલ હાસન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1