Aapnu Gujarat
રાષ્ટ્રીય

બરેલીમાં ૧૧ બાળકોની માતાને પતિએ ટ્રિપલ તલાક આપ્યા

ટ્રિપલ તલાકને સુપ્રીમ કોર્ટ ગેરકાયદેસર જાહેર કરી ચૂકી છે અને સરકાર ટ્રિપલ તલાકના બિલ પર અધ્યાદેશ પર લાવી ચૂકી છે. તેમ છતા પણ દેશભરમાં ટ્રિપલ તલાકની ઘટનાઓ બંધ થવાનું નામ જ નથી લઈ રહી. થોડા દિવસ પહેલા જ તેલંગાણામાં એક સ્કૂલ ટીચરે કથિત રીતે એક બાળકીને જન્મ આપ્યો હતો. પત્નીએ બાળકીને જન્મ આપ્યો હોવાથી નારાજ થઈને પતિએ પત્નીને વોટ્‌સએપ પર જ તલાક… તલાક…. તલાક… કહીને તલાક આપ્યા હતા. હવે ઉત્તર પ્રદેશના બરેલીમાંથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક વ્યક્તિએ પોતાના લગ્ન જીવનના ૧૯ વર્ષ બાદ પોતાની પત્નીને ટ્રિપલ તલાક આપ્યા છે. ટ્રિપલ તલાક આપનારી મહિલા તેના ૧૧ બાળકોની માતા પણ છે. બરેલીની સીમા પર આવેલ ઉત્તરાખંડમાં સિતારગંજના રહેવાસી સૈયદ સિરાજ અહમદે ૧૯ વર્ષ પહેલા ૧૯૯૯માં પોતાની પહેલી પત્નીના મૃત્યુ બાદ બરેલીના બહેદીની રહેવાસી અર્જુમંદ જાફરી સાથે બીજી વાર નિકાહ કર્યા હતા. પહેલી પત્નીથી તેને આઠ બાળકો હતા અને બીજી પત્નીથી પણ તેને ત્રણ બાળકો થયા હતા. સિરાજના વૈવાહિક લગ્ન જીવનના કારણે પરિવારમાં અવાર-નવાર લડાઈ-ઝઘડા થતા હતા. આટલું જ નહીં સિરાજ પર તેની પોતાની વહુ સાથે શારીરિક સંબંધ બાંધવાનો અને છેડતીનો આરોપ લાગેલો છે જેનાં કારણે અવાર-નવાર ઘરમાં ઝઘડા થયા કરે છે. પહેલા લગ્નથી થયેલ બાળકો અને બીજી વખતની માતા વચ્ચેના સંબંધો સારા નહતા.

Related posts

No one being forced to raise ‘Jai Shri Ram’ slogans, nothing to feel bad about such chants : UP CM

editor

ચાર વર્ષમાં નક્સલી હિંસાનો અંત લાવવાની યોજના તૈયાર

aapnugujarat

નોટબંધી બાદ ૫.૪ લાખ નવા કરદાતા ઉમેરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1