Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા ભારતને ક્વોડમાંથી વિદાય આપવાની તૈયારી કરી રહ્યું છે

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં ભારતે તટસ્થ રહીને જે રીતે રશિયાનું સમર્થન કર્યું તે જાેઈને અમેરિકા અત્યંત નારાજ છે. નારાજ અમેરિકાએ ભારતને ચીન સામે સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સંગઠન ક્વોડમાંથી વિદાય આપવાની તૈયારી કરી લીધી છે.આ સંગઠન અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન એમ ચાર દેશોનો સમૂહ છે. ૨૦૦૪માં હિંદ મહાસાગરમાં સુનામી આવ્યા બાદ સમુદ્રી સહયોગ માટે આ સંગઠન રચાયું હતું. ચીનના દબાણને કારણે શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા આ ગ્રુપમાં નહોતું, બાદમાં તે પણ જાેડાઈ ગયું.
સાલ ૨૦૧૭માં હિંદ અને પ્રશાંત મહાસાગરમાં ચીન દાદાગીરી કરવા લાગ્યું. પરિણામે ચારેય દેશોએ મળીને આ સંગઠનને સૈન્ય સહયોગ માટેનું સંગઠન બનાવી લીધું. ક્વોડનો હેતુ એ રહ્યો છે કે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં કોઈ એક દેશની તાનાશાહી ન સ્થપાય. આ ક્ષેત્રમાં ચીનની દાદાગીરી વધતી જતી હતી. ચીન જાે આ ક્ષેત્ર પર એકાધિકાર કરી લે તો વિશ્વ વ્યાપાર ખોરંભાય. એટલું જ નહીં પ્રશાંત હિંદ ક્ષેત્રમાં ચીનની વધતી દાદાગીરીથી ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા પર સૈન્ય ખતરો પણ ઊભો થયો છે. ક્વોડ સંગઠન વ્યાપાર અને સંરક્ષણ બંને બાબતમાં ચીનના ખતરાને નિયંત્રિત કરવામાં સફળ રહ્યું છે.રશિયા-યુક્રેન યુદ્ધની બાબતમાં ભારત અમેરિકા કરતાં વેગળું ચાલતુ હોવાથી અમેરિકાએ આ સંગઠનમાંથી ભારતને બાદ કરી દક્ષિણ કોરિયાને સમાવવાનો ર્નિણય કર્યો છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલા બહુ સારી રીતે જાણે છે કે અમેરિકા ભારતથી નારાજ છે.
આ તકનો લાભ લઈને તેઓ ભારતના સ્થાને દક્ષિણ કોરિયાને ક્વોડમાં સમાવવા માટે લોબિંગ કરી રહ્યા છે.જાે ભારતને આ સંગઠનમાંથી બાદ કરવામાં આવશે તો આપણા માટે કપરી સ્થિતિ સર્જાશે. કારણ કે વર્તમાન સમયમાં ભારતની નૌસેના એટલી અપડેટેડ નથી કે તે ચીનનો સામનો એકલા હાથે કરી શકે. ચીનનો ખતરો ટાળવા માટે ભારતે રશિયાને બદલે અમેરિકાની પડખે રહેવું આવશ્યક બની જાય છે.

Related posts

पाक को आतंकियों पर मुकदमा चलाना चाहिए : US

aapnugujarat

पाकिस्तान में 2030 तक 4 में से 1 बच्चा अनपढ़ रह जाएगा : यूनेस्को

aapnugujarat

Brazil में 24 घंटों में कोरोना से 1274 की मौत

editor

Leave a Comment

UA-96247877-1