Aapnu Gujarat
ગુજરાત

ચાલુ મહિનાના અંત સુધીમાં વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન

ચાલુ વર્ષે ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે,તેવામાં વિવિધ રાજકીય પક્ષો ના રાષ્ટ્રીય નેતાઓએ હવે ગુજરાત ની મુલાકાતો વધારી છે,તેવા માં મેં મહિના ના મધ્ય કે અંત સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત ની મુલાકાતે આવી રહ્યા છે,તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ના પ્રવાસ દરમિયાન સભાનું પણ અયોજન કરવામાં આવ્યું છે,જેમાં ખાસ કરી ભરૂચ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સભાને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે,તંત્ર દ્વારા ભરૂચ ના જીએનએફસી, દૂધ ધારા ગ્રાઉન્ડ અને કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ની મુલાકાત લીધા બાદ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર સભાનું અયોજન કરવા તરફ જઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે,

ભરૂચ ના કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર ભૂતકાળમાં પણ નરેન્દ્ર મોદી દ્વારા સભાઓ થઇ ચુકી છે,ત્યારે વધુ એક વાર કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર તંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સભા નું આયોજન કરવા જઇ રહ્યું છે,તેમજ પીએમઓ ની સૂચના મુજબ સુરક્ષા વ્યવસ્થા ની આગોતરી તૈયારીઓ માં તંત્ર લાગી ગયું છે,તેવી બાબતો લોકો વચ્ચે થી સામે આવી રહી છે, મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ચાલુ વર્ષ માં યોજાવવા જઈ રહી છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આ સભા ચૂંટણી વર્ષ માં અતિ મહત્વની માનવામાં આવી રહી છે,કારણે ભરૂચ ની ધરતી પરથી દિલ્હી ના મુખ્યમંત્રી એ ભાજપ ઉપર ગુજરાત સ્થાપના દિવસે જ પ્રહાર કરી મોદી સરકાર ને વિવિધ મુદ્દે ઘરવાનો પ્રયાસ કર્યો હતો,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે ભરૂચ માં સભા કરી વિરોધીઓને જવાબ આપવાની રણનીતિ તૈયાર કરી હોય તેમ લાગી રહ્યું છે,

હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન ને લઇ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સહિતની બાબતોને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,જોકે વડાપ્રધાન ના ગુજરાત પ્રવાસ ને લઈ તંત્ર તરફ થી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથીઃ જોકે પીએમઓ ના સૂચન બાદ તંત્ર તેઓના આગમન ની સત્તાવાર જાહેરાત કરશે તેમ માનવામાં આવી રહ્યું છે,

Related posts

સામાજિક સમરસતા સમિતી વિરમગામ દ્વારા “રક્ષાબંધન સ્નેહ સંમેલન”યોજાયુ

aapnugujarat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર ભાગ દ્વારા વિજયદશમી ઉત્સવનું આયોજન

aapnugujarat

સાબરકાંઠામાં એબીવીપીના કાર્યકરોએ ચીનનો કર્યો વિરોધ

editor

Leave a Comment

UA-96247877-1