Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિકાનેરમાં રોકોર્ડ બ્રેક 47 ડિગ્રી તાપમાન

છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઉત્તર ભારત તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ સતત પારો વધી રહ્યો છે. રાજસ્થાનના બીકાનેરમાં તો પારો રેકોર્ડ 47 ડિગ્રીએ પોહ્ચ્યો હતો. ગુજરાત રાજ્યની વાત કરીયે તો છેલ્લા બે દિવસની રાજ્યમાં કેટલાક શહેરોમાં પારો 44 ડિગ્રીએ પોહ્ચ્યો હતો. સતત વધી રહેલી ગરમીને કારણે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે જયારે રાજ્યમાં કેટલાક શહેરમાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ પારો સતત વધી રહ્યો છે.

ઉત્તર ભારતમાં ગરમીને કારણે જનજીવન પર અશર થઇ રહી છે. આઈએમડીએ રવિવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે તેમાં જણાવ્યું છે કે આગલા બે દિવસમાં ગરમીમાં 3 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ગરમી ઘટી શકે તેમ છે. ગુજરાતમાં અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરતમાં ગરમીનો પારો છેલ્લા બે દિવસમાં 43 ડિગ્રી સુધી રહ્યો હતો. ઉત્તર ભારતમાં ગરમી વધતા લૂ લાગવાની સંભાવના પણ વધારે રહે છે. ગરમીને કારણે લોકોની તબિયત પર પણ અશર જોવા મળી રહી છે. ગરમીમાં લૂ લાગવાથી ડિહાડ્રેશન તેમજ ઝાડા ઉલ્ટીના કેસ વધવાની સંભાવના છે.

ગરમીથી બચવા શક્ય એટલું પાણી પીવું અને બને તો તડકામાં ન નીકળવાની તકેદારી રાખવી હિતાવહ છે. હાલ ગરમીનો પારો વધુ છે પણ આગળ દિવસોમાં પારો ઘટી શકે તેમ છે તેમ હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Related posts

UK PM Boris Johnson cancelled his visit to India on Republic day

editor

કન્નોજ : ડિમ્પલ જાદુ જગાવી શકશે કે કેમ તેની ચર્ચા છેડાઇ

aapnugujarat

આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર કેસમાં કાર્તિને હાઈકોર્ટે જામીન આપી દીધાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1