Aapnu Gujarat
રમતગમત

બોક્સર વિજેન્દર સિંહ ‘સાવરણી’ પકડશે ?

ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય બોક્સર વિજેન્દર સિંહ કોંગ્રેસ છોડીને આમ આદમી પાટીમાં જાેડાઈ શકે છે. હરિયાણાના આ પ્રોફેશનલ બોક્સરે હજુ સુધી કોંગ્રેસ છોડવાની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો વિજેન્દર સિંહ ગમે ત્યારે રાજીનામું આપી શકે છે.વિજેન્દરે કોંગ્રેસ છોડવાનું મન બનાવી લીધું છે અને તે આમ આદમી પાર્ટીમાં જાેડાઈ શકે છે, જે ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પહેલા વિજેન્દ્ર સિંહે કોંગ્રેસમાં જાેડાઈને પોતાની રાજકીય ઈનિંગની શરૂઆત કરી હતી.
કોંગ્રેસે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ દિલ્હી સીટ પરથી બોક્સર વિજેન્દર સિંહને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. વિજેન્દર જાટ સમુદાયમાંથી આવે છે અને હરિયાણામાં જાટ મત મેળવવા માટે,આપ વિજેન્દરને તેમની સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે.
વિજેન્દર સિંહની વ્યાવસાયિક કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ૨૦૦૮ બેઇજિંગ ઓલિમ્પિકમાં ઓલિમ્પિક બ્રાન્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ખેડૂતોના આંદોલનના ખુલ્લેઆમ સમર્થક રહી ચૂકેલા વિજેન્દર સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તમામ મુદ્દાઓ પર પોતાનો ખુલ્લેઆમ અભિપ્રાય વ્યક્ત કરે છે.

Related posts

हैदराबाद ने हमसे बेहतर तरीके से पिच को पढ़ा : अय्यर

editor

जितने भी बल्लेबाज देखे, उनमें स्मिथ हैं बेस्ट : टिम पेन

aapnugujarat

द. अफ्रीका अब भी टूर्नामेंट में आगे जा सकता है, इंग्लैंड पर दबाव बढ़ेगा: कैलिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1